કલ્પના કરો... રસ્તા પર તમને કોઈ વ્યક્તિ બેભાન હાલતમાં મળી આવે, તેનો ફોન પણ લોક હોય... તો તેના પરિવારને જાણ કેવી રીતે કરશો? 😳
આવી ઇમર્જન્સી માટે તમારા ફોનમાં જ એક એવું સેટિંગ છે, જે બહુ ઓછા લોકો જાણે છે!
તમારા સ્માર્ટફોનના Settingsમાં જાઓ અને Safety & Emergency ઓપ્શન શોધો.
અહીં તમને Emergency Contacts અથવા Medical Informationનો વિકલ્પ મળી શકે છે.
ત્યાં તમે તમારા પરિવારના સભ્યોના નંબર Emergency Contact તરીકે એડ કરી શકો છો.
સાથે જ તમારું Blood Group અને જરૂરી Medical Information પણ સેવ કરી શકો છો.
સૌથી મહત્વની વાત એ છે કે, ફોન લોક હોવા છતાં કેટલાક ફોનમાં આ Emergency Information અને Contacts Lock Screen પરથી ઍક્સેસ કરી શકાય છે, જેથી મુશ્કેલીના સમયે તમારા પરિવારનો સંપર્ક કરવામાં મદદ મળી શકે.
ફોન ખોવાઈ જાય, અકસ્માત થાય કે કોઈ ઇમર્જન્સી સર્જાય... ત્યારે આ નાનકડું સેટિંગ મોટું કામ આવી શકે છે.
તો એકવાર હમણાં જ તમારા ફોનમાં આ સેટિંગ ચેક કરી લો...
કારણ કે ઇમર્જન્સી ક્યારેય કહીને આવતી નથી!