થોડા દિવસ પહેલા મહારાષ્ટ્રના સંભાજીનગરમાં આઇફોનના વિવાદને લઈને કૃણાલ નામનો યુવક ચર્ચામાં આવ્યો હતો.
ખબર એવી સામે આવી કે આઇફોનની જીદ પૂરી ન થતાં કૃણાલે જીવન ટૂંકાવી દીધું.
પરંતુ આ ઘટનાની પાછળની હકીકત સામે આવી… તો આખી કહાની જ અલગ નીકળી.
કૃણાલના માતા-પિતા અલગ રહેતા હતા… અને કૃણાલની ઈચ્છા હતી કે તેના માતા-પિતા ફરી એક થાય.
કહેવાય છે કે આ જ વાતને લઈને તેણે આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો.
પણ સવાલ એ છે કે… આપણે જે દેખાય છે, એને જ સાચું માની લઈએ છીએ?
આઇફોનની વાત સામે આવી… અને આપણે તરત જ કહી દીધું કે આજની પેઢીને મોબાઇલ સિવાય કંઈ દેખાતું નથી.
પરંતુ કદાચ કૃણાલને આઇફોન નહીં… પોતાના પરિવારને એક કરવાની ચિંતા હતી.
એક અફવા કેટલી સરળતાથી કોઈની આખી કહાની બદલી શકે છે… આ ઘટના તેનું જીવંત ઉદાહરણ છે.
કોઈના અંતિમ પગલાં પર સવાલ ઉઠાવતાં પહેલાં… કદાચ તેની પાછળ છુપાયેલી કહાની સમજવી વધુ જરૂરી છે.