હાડગુડમાં ગેરકાયદેસર કતલખાના પર પોલીસનો દરોડો, 7 જીવતા પશુઓ બચાવાયા

હાડગુડમાં ગેરકાયદેસર કતલખાના પર પોલીસનો દરોડો, 7 જીવતા પશુઓ બચાવાયા

આણંદ: આણંદના હાડગુડ ગામમાં તળાવ નજીક ગેરકાયદેસર રીતે ગૌવંશની કતલ કરવામાં આવતી હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે 7 જીવતા પશુઓ, જેમાં ગાયો અને બળદોનો સમાવેશ થાય છે, બચાવી લીધા હતા.

આણંદ ટાઉન પોલીસના પીઆઈ જે.એસ. કંડોરીયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ક્વોડની ટીમે સ્થળ પર કાર્યવાહી હાથ ધરી હતી. દરોડા દરમિયાન સ્થળ પરથી આશરે 750 કિલો ગૌમાંસ મળી આવ્યું હતું.

પોલીસે કતલ માટે ઉપયોગમાં લેવાતા સાધનો, મોબાઈલ ફોન સહિત કુલ ₹1,66,750નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જપ્ત કરાયેલા સાધનોમાં છરી, કોયતા, કુહાડી, વજનકાંટા અને દોરડાનો સમાવેશ થાય છે.

આ મામલે પોલીસે મોહમદસિદ્દીક ઉસ્માન કુરેશી, અબ્દુલકરીમ ઉસ્માનભાઈ કુરેશી, સરફરાજ રહેમાનભાઈ કુરેશી, સમીરહુસૈન સલીમભાઈ કુરેશી, સાજીદ સાબીરહુસૈન કુરેશી, હુસૈનભાઈ કાદરભાઈ કુરેશી, મોહસીનઅખ્તર અલ્હારખા કુરેશી, અલ્હારખા ઇકબાલ હુસૈન કુરેશી અને મોહમદસાહીદ કાદરભાઈ કુરેશી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ દ્વારા સમગ્ર મામલે ગેરકાયદેસર કતલખાનાની પ્રવૃત્તિ અને તેમાં સંડોવાયેલા લોકો અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે.