આણંદ, રવિવાર: આણંદ જિલ્લામાં આજે યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત આણંદ તાલુકાના હાડગુડ ગામે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ચૂંટણીનું મતદાન હોઈ હાડગુડ ગામની યુવતી ભારતીબેન બુધાભાઈ સોલંકીએ લોકશાહીના આ પર્વમાં પોતાના લગ્નના અત્યંત વ્યસ્ત સમયમાં પણ કિંમતી મત માટે સમય કાઢી મતદાનની નૈતિક ફરજ અદા કરી હતી.
હાડગુડ ગામમાં આયોજિત લગ્ન મંડપમાં અતિ વ્યસ્ત સમય વચ્ચે ભારતીબેન સોલંકીએ શાળાના મતદાન મથક બુથ નંબર 03 પર જઈ પોતાના માતાધિકારનો ઉપયોગ કરી મતદાનની નૈતિક ફરજ અદા કરી હતી. આ અંગે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે દરેક મતદારો થોડોક સમય કાઢીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાનો સંદેશ પાઠવ્યો હતો.
તેણીએ પોતાના લગ્નના અત્યંત વ્યસ્ત સમય વચ્ચે મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો હતો. જે લોકશાહી પ્રત્યેની જાગૃકતા અને નાગરિક ફરજ તેમજ જવાબદારીનો ઉત્તમ દાખલો તેણીએ આપ્યો છે.
ભારતીબેન સોલંકી એ મતદાન કરવું એ આપણી પવિત્ર ફરજ છે જે સૌ મતદારો નિભાવે તેવી લાગણી વ્યક્ત કરી હતી.