ગુજરાતના રસ્તાઓ પર હવે ટ્રાફિક નિયમો તોડનારાઓ માટે પોલીસનો કડક મેસેજ છે! 🚨

ગુજરાતના રસ્તાઓ પર હવે ટ્રાફિક નિયમો તોડનારાઓ માટે પોલીસનો કડક મેસેજ છે! 🚨

ગુજરાતના રસ્તાઓ પર હવે ટ્રાફિક નિયમો તોડનારાઓ માટે પોલીસનો કડક મેસેજ છે! 🚨

રોંગ સાઈડ ચલાવો, સ્પીડ લિમિટ તોડો, હાઇવે પર આડેધડ પાર્કિંગ કરો કે નંબર પ્લેટ સાથે ચેડાં કરો... હવે કાર્યવાહીથી બચવું મુશ્કેલ બની શકે છે!


ગુજરાત પોલીસે માર્ગ અકસ્માતો પર નિયંત્રણ લાવવા અને ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવા માટે રાજ્યવ્યાપી વિશેષ ડ્રાઇવ શરૂ કરી છે.


માત્ર ઓગસ્ટ મહિનામાં જ પોલીસે રોંગ સાઈડ ડ્રાઇવિંગ અને ઓવર સ્પીડિંગના કુલ 74 હજાર 242 કેસ નોંધ્યા છે, જેમાં વાહનચાલકો પાસેથી 5 કરોડ 33 લાખ 78 હજાર 900 રૂપિયાથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે.


સૌથી મોટી કાર્યવાહી રોંગ સાઈડ ડ્રાઇવિંગ સામે કરવામાં આવી છે.


ઓગસ્ટ મહિનામાં 36 હજાર 159 વાહનચાલકો રોંગ સાઈડ ડ્રાઇવિંગ કરતા ઝડપાયા, જેમની પાસેથી અંદાજે 3 કરોડ 64 લાખ 52 હજાર રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો.


બીજી તરફ, ઝડપની મર્યાદા ભૂલીને વાહન દોડાવનારાઓ સામે પણ પોલીસ ત્રાટકી છે.


ઓવર સ્પીડિંગના 38 હજાર 83 કેસ નોંધાયા, જેમાંથી 1 કરોડ 69 લાખ 26 હજાર 900 રૂપિયાનો દંડ વસૂલાયો છે.


માત્ર રસ્તા પર વાહન ચલાવવાની ભૂલો જ નહીં, પરંતુ હાઇવે પર બેદરકારીપૂર્વક પાર્કિંગ કરનારાઓ સામે પણ પોલીસની તવાઈ જોવા મળી છે.


નેશનલ હાઇવે પર 10 હજાર 408 કેસ, જ્યારે સ્ટેટ હાઇવે અને અન્ય માર્ગો પર 20 હજાર 813 કેસ નોંધાયા છે.


આ ઉપરાંત ટ્રાફિકમાં અડચણ ઊભી કરનારા વાહનો સામે 5 હજાર 78 કેસ કરવામાં આવ્યા, જ્યારે 580 વાહનો સામે સીધી કાર્યવાહી પણ કરવામાં આવી છે.


અને હવે ગુજરાત પોલીસની નવી ડ્રાઇવનું નિશાન છે... નંબર પ્લેટ વગર અથવા નંબર પ્લેટ સાથે ચેડાં કરીને ફરતા વાહનો! 🚘🚨


રાજ્યમાં 1 સપ્ટેમ્બરથી 14 ઓક્ટોબર 2026 સુધી નંબર પ્લેટ વગરના, અયોગ્ય નંબર પ્લેટ ધરાવતા અથવા નંબર પ્લેટમાં ચેડાં કરનારા વાહનો સામે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.


એટલે જો તમારી ગાડીની નંબર પ્લેટ વાળી દીધી હોય, નંબર સ્પષ્ટ ન દેખાતો હોય, અયોગ્ય ફોન્ટનો ઉપયોગ કર્યો હોય અથવા પ્લેટમાં કોઈપણ પ્રકારના ફેરફાર કર્યા હોય તો સાવધાન થઈ જજો!


કારણ કે વાહનની સ્પષ્ટ ઓળખ માત્ર ટ્રાફિક નિયમો માટે જ નહીં, પરંતુ વાહનચોરી અટકાવવા અને ગુનાહિત પ્રવૃત્તિમાં વપરાતા વાહનોને શોધવા માટે પણ અત્યંત મહત્વપૂર્ણ છે.


સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા વાહનચાલકોને અપીલ કરવામાં આવી છે કે પોતાના વાહનની નંબર પ્લેટ RTOના નિયમો મુજબની છે કે નહીં તેની તાત્કાલિક ચકાસણી કરી લે.


સ્પીડ લિમિટમાં વાહન ચલાવો... પોતાની લેનમાં રહો... રોંગ સાઈડથી બચો... અને હાઇવે પર આડેધડ પાર્કિંગ ન કરો.


કારણ કે...


ટ્રાફિકનો નિયમ તોડવાથી કદાચ દંડ ભરવો પડે, પરંતુ ક્યારેક એક નાની બેદરકારી કોઈનું આખું જીવન બદલી શકે છે!


🚨 નિયમોનું પાલન કરો... દંડથી નહીં, અકસ્માતથી બચવા માટે!