ગુજરાતના રેશનકાર્ડ ધારકોને સપ્ટેમ્બરમાં મોટો ઝટકો લાગ્યો છે!
કારણ કે સરકારી સસ્તા અનાજની દુકાન પરથી મળતા ચોખાના જથ્થામાં સીધો બે કિલોનો ઘટાડો કરી દેવામાં આવ્યો છે.
ગુજરાતના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે સપ્ટેમ્બર મહિનાના અનાજ વિતરણમાં મહત્વનો ફેરફાર કર્યો છે. અત્યાર સુધી વ્યક્તિદીઠ ત્રણ કિલો ચોખા મળતા હતા, પરંતુ હવે તેમાં બે કિલોનો કાપ મૂકી માત્ર એક કિલો ચોખા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
હવે સવાલ એ છે કે, ચોખા ઓછા થયા તો તેની ભરપાઈ કેવી રીતે થશે?
તો ચોખાના ઘટાડાની સામે હવે બાજરીનો જથ્થો વધારવામાં આવ્યો છે. અગાઉ વ્યક્તિદીઠ એક કિલો બાજરી મળતી હતી, જે હવે વધારીને બે કિલો કરવામાં આવી છે.
એટલે કે, એક તરફ સરકાર ચોખામાં બે કિલોનો ઘટાડો કરી રહી છે અને બીજી તરફ બાજરીમાં માત્ર એક કિલોનો વધારો કરી રહી છે.
પણ અહીં સૌથી મોટો સવાલ પુરવઠા વિભાગની આયોજન વ્યવસ્થા સામે ઊભો થાય છે!
કારણ કે માત્ર બે મહિના પહેલાં પણ આવી જ પરિસ્થિતિ સર્જાઈ હતી. ત્યારે રેશનકાર્ડ ધારકોને બાજરી આપવાની હતી, પરંતુ પૂરતો સ્ટોક ઉપલબ્ધ ન હોવાથી બાજરીના બદલે ચોખા આપવામાં આવ્યા હતા.
અને હવે સપ્ટેમ્બર મહિનામાં ફરીથી ચોખા ઘટાડીને બાજરી વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પ્રકારના વારંવાર બદલાતા નિર્ણયોને કારણે માત્ર રેશનકાર્ડ ધારકો જ નહીં, પરંતુ સરકારી સસ્તા અનાજની દુકાન ચલાવતા દુકાનદારો પણ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. અગાઉ પણ પુરવઠામાં થયેલા ફેરફારો અને પાછળથી આવેલા જથ્થાને લઈને દુકાનદારોને હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો.
તો સવાલ એ છે કે શું ગુજરાતના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગમાં યોગ્ય આયોજન અને સંકલનનો અભાવ છે?
અને સૌથી મહત્વનો પ્રશ્ન...
મોંઘવારીના સમયમાં ગરીબ અને મધ્યમવર્ગીય રેશનકાર્ડ ધારકો માટે ચોખામાં બે કિલોનો ઘટાડો ખરેખર રાહત છે કે વધુ એક ઝટકો?
🎤 કારણ કે સરકારી યોજના ત્યારે જ સફળ કહેવાય, જ્યારે નિયમોમાં ફેરફારનો બોજો સીધો ગરીબના રસોડા સુધી ન પહોંચે!