ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) અમલ તરફ મોટું પગલું ભરાયું છે, જ્યાં ખાસ કમિટીએ પોતાનો અંતિમ રિપોર્ટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોંપ્યો છે. આ સાથે રાજ્યમાં કાયદો બનાવવાની પ્રક્રિયા હવે ઝડપી બનવાની શક્યતા છે.
રાજ્ય સરકારે 4 ફેબ્રુઆરી 2025ના રોજ રચેલી આ કમિટીએ એક વર્ષના ગહન અભ્યાસ બાદ વિવિધ ધર્મ, જ્ઞાતિના આગેવાનો, કાનૂની નિષ્ણાતો અને જનતાના અભિપ્રાયો મેળવી વિગતવાર રિપોર્ટ તૈયાર કર્યો છે.
સરકાર દ્વારા આ મુદ્દે આગળ વધતા કુલ 4 અલગ વિધેયકો લાવવાની તૈયારી કરવામાં આવી રહી છે, અને આગામી બેઠકમાં તેની ચર્ચા થવાની છે, જે રાજ્યમાં મોટા કાનૂની પરિવર્તનનો માર્ગ ખોલી શકે છે.
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ પર મોટી આગળકૂચ: કમિટીએ CMને ફાઈનલ રિપોર્ટ સોંપ્યો, 4 અલગ બિલ લાવવાની તૈયારી