ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી!

ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી!

ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી!

ગુજરાતમાં હાલ ભારે વરસાદથી થોડી રાહત છે, પરંતુ આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે.


હવામાન વિભાગના જણાવ્યા મુજબ 1થી 7 સપ્ટેમ્બર દરમિયાન અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. જોકે, આ સમયગાળા દરમિયાન કોઈપણ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું નથી.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 24 તાલુકામાં 1થી 10 મિમી સુધી વરસાદ નોંધાયો છે. જેમાં નવસારી અને વલસાડમાં વરસાદનું પ્રમાણ વધુ રહ્યું છે.

અમદાવાદની વાત કરીએ તો આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા વરસાદની શક્યતા છે.

દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારો માટે પણ હવામાન વિભાગે ચેતવણી આપી છે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે 15થી 20 નોટની ઝડપે પવન, જ્યારે કેટલીક સ્થિતિમાં પવનની ઝડપ 25 નોટ સુધી પહોંચી શકે છે.

હવે વાત કરીએ સિઝનના કુલ વરસાદની…

ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 514.1 મિમી વરસાદ નોંધાયો છે, જે સામાન્ય 600.9 મિમીની સરખામણીએ 14 ટકા ઓછો છે. અમદાવાદમાં પણ અત્યાર સુધીમાં 595.3 મિમી વરસાદ નોંધાયો છે, જે સામાન્ય કરતાં 3 ટકા ઓછો છે.

આ તરફ બંગાળની ખાડી પાસે લો પ્રેશર એરિયા સક્રિય છે અને રાજ્યમાં વિવિધ ટ્રફ સિસ્ટમની અસર પણ જોવા મળી રહી છે.

સપ્ટેમ્બર મહિનાના આઉટલુક મુજબ, ગુજરાતમાં વરસાદ સામાન્ય કરતાં ઓછો રહેવાની શક્યતા છે.

એટલે ગુજરાતીઓ માટે હાલ સંદેશ સ્પષ્ટ છે—ભારે વરસાદનું એલર્ટ નથી, પરંતુ આગામી સાત દિવસ વાદળો અને ઝાપટાં માટે તૈયાર રહેજો!