23 થી 28 ઓગસ્ટે વરસાદનું જોર વધવાની શક્યતા કરવામાં આવી છે. તો અંબાલાલ પટેલની મોટી આગાહી. 23 થી 28 તારીખ વચ્ચે જે વાતાવરણ છે એમાં મોટો પલટો જોવા મળશે અને રાજ્યમાં ફરી એકવાર વરસાદનું જોર વધશે. અંબાલાલ પટેલના મતે આ દિવસોમાં સારો એવો વરસાદ વરસી શકે છે. જેના કારણે ખેડૂતો પણ ખેતીના પાકને લઈને આશા બાંધી શકે તેમ છે. આ પછી 6થી 10 સપ્ટેમ્બર દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. એટલે સપ્ટેમ્બરની શરૂઆતમાં ઉત્તર અને મધ્ય ગુજરાત વરસાદથી ભીંજાયેલું રહી શકે છે. ત્યારબાદ હવામાનમાં ફેરફારની શક્યતા છે. 13 સપ્ટેમ્બરથી રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધી શકે છે. 19 સપ્ટેમ્બર દરમિયાન દરિયામાં હલચલ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેના કારણે દરિયા કાંઠાના વિસ્તારોના હવામાનમાં પલટો જોવા મળી શકે છે.
ગુજરાતમાં વાતાવરણ અને વરસાદને લઈને કરાઈ આગાહી, દરિયામાં પણ મચી શકે છે હલચલ!!