ગુજરાતમાં NCP-SP એટલે કે શરદચંદ્ર પવાર જૂથમાં સંગઠન સ્તરે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે

ગુજરાતમાં NCP-SP એટલે કે શરદચંદ્ર પવાર જૂથમાં સંગઠન સ્તરે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે

ગુજરાતમાં NCP-SP એટલે કે શરદચંદ્ર પવાર જૂથમાં સંગઠન સ્તરે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.


પૂર્વ ધારાસભ્ય અને આણંદના જાણીતા નેતા જયંત રમણભાઈ પટેલ ‘બોસ્કી’ને NCP-SPના ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.


પક્ષના રાષ્ટ્રીય મહાસચિવ રાજીવ ઝાએ સત્તાવાર નિમણૂક પત્ર જાહેર કરીને જયંત પટેલની નિમણૂકની જાહેરાત કરી છે. આ નિમણૂક તાત્કાલિક અસરથી અમલમાં આવી છે.


નિમણૂક પત્રમાં પક્ષે આશા વ્યક્ત કરી છે કે જયંત પટેલ નિષ્ઠા અને ઉત્સાહ સાથે ગુજરાતમાં સંગઠનને વધુ મજબૂત બનાવશે અને જનહિતના મુદ્દાઓને લઈને સક્રિય કામગીરી કરશે.


જયંત પટેલ ‘બોસ્કી’ લાંબા સમયથી ગુજરાતના રાજકારણમાં સક્રિય છે અને ખાસ કરીને આણંદ જિલ્લામાં તેમની રાજકીય ઓળખ રહી છે.


હવે ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે તેમની નવી જવાબદારી સાથે NCP-SPનું રાજ્ય સંગઠન કઈ દિશામાં આગળ વધે છે અને પક્ષનું રાજકીય કદ કેટલું વિસ્તરે છે, તેના પર સૌની નજર રહેશે.