ગુજરાતમાં 43 ડિગ્રીની આકરી ગરમી વચ્ચે હવામાનમાં મોટા પલટાના સંકેત છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે મે મહિનાના પ્રથમ સપ્તાહમાં રાજ્યના અનેક વિસ્તારોમાં તેજ પવન સાથે કમોસમી વરસાદ પડી શકે છે. આ માવઠાને કારણે ખેતીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે ફરી માવઠાની આફત: અંબાલાલ પટેલની મે મહિનાના પ્રથમ સપ્તાહમાં તોફાની વરસાદની આગાહી