Advertisement

ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની આગાહી: અંબાલાલ પટેલે આપી મોટી ચેતવણી, જાણો ક્યાં અને ક્યારે પડશે વરસાદ?

ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની આગાહી: અંબાલાલ પટેલે આપી મોટી ચેતવણી, જાણો ક્યાં અને ક્યારે પડશે વરસાદ?

રાજ્યમાં એક તરફ ઉનાળાની શરૂઆત થતાં જ ગરમીનો પારો આસમાને પહોંચી રહ્યો છે, તો બીજી તરફ હવામાન વિભાગ અને જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એપ્રિલ મહિનામાં કમોસમી વરસાદની આગાહી કરી છે. હાલમાં લોકો ગરમી અને ઉકળાટનો સામનો કરી રહ્યા છે, ત્યારે વરસાદની આગાહીથી વાતાવરણમાં મોટા પલટાની સંભાવના છે.


વડોદરામાં ગરમીએ પકડી સૌથી વધુ રફતાર

રાજ્યભરમાં હાલ આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. તાપમાનના આંકડાઓ પર નજર કરીએ તો, વડોદરામાં સૌથી વધુ 37 ડિગ્રી તાપમાન નોંધાયું છે.


અન્ય શહેરોનું તાપમાન:


અમદાવાદ, અમરેલી, ગાંધીનગર: 36 ડિગ્રી

સુરેન્દ્રનગર, રાજકોટ, સુરત: 35 ડિગ્રી

ભુજ, ભાવનગર, કેશોદ: 34 ડિગ્રી


3 એપ્રિલે પવન સાથે ભારે વરસાદની શક્યતા

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ, 2જી અને 3જી એપ્રિલની આસપાસ એક પશ્ચિમી વિક્ષેપ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) આવશે. જેની અસર પર્વતીય પ્રદેશોમાં જોવા મળશે, જ્યાં ભારે પવન અને બરફવર્ષાની શક્યતાઓ છે.


ગુજરાતની વાત કરીએ તો, દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવનાઓ છે. રાજ્યમાં 40થી 50 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાઈ શકે છે. 3જી એપ્રિલે ઉત્તર ગુજરાતમાં વાતાવરણ વાદળછાયું રહેશે અને પવન સાથે ભારે વરસાદ પડવાની સંભાવના છે.


8 થી 10 એપ્રિલ દરમિયાન સમગ્ર રાજ્યમાં માવઠાનું સંકટ

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે એપ્રિલમાં બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વાતાવરણ વાદળછાયું રહેશે અને કેટલાક સ્થળોએ વરસાદી છાંટા પણ પડી શકે છે. ખાસ કરીને 8 થી 10 એપ્રિલ દરમિયાન બીજો પશ્ચિમી વિક્ષેપ સક્રિય થશે. જેના કારણે ગુજરાતના લગભગ તમામ ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે.


લોકોને ગરમીમાંથી મળશે આંશિક રાહત

જોકે, આ કમોસમી વરસાદ અને વાદળછાયા વાતાવરણને કારણે લોકો માટે એક રાહતના સમાચાર એ છે કે એપ્રિલ મહિનામાં ગરમીના પ્રમાણમાં ઘટાડો નોંધાશે. વરસાદી માહોલને લીધે તાપમાન નીચું જશે અને લોકોને ઉકળાટમાંથી થોડી મુક્તિ મળશે.


Advertisement