ગુજરાતમાં દારૂબંધી હટાવવાની માંગે હવે સોશિયલ મીડિયા પર જોર પકડ્યું છે.

ગુજરાતમાં દારૂબંધી હટાવવાની માંગે હવે સોશિયલ મીડિયા પર જોર પકડ્યું છે.

ગુજરાતમાં દારૂબંધી હટાવવાની માંગે હવે સોશિયલ મીડિયા પર જોર પકડ્યું છે. ‘દારૂબંધી હટાવો આંદોલન’ નામનું એકાઉન્ટ બન્યું છે અને તેના ફોલોઅર્સની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે.


આ આંદોલનને સમર્થન આપનારા લોકોનું કહેવું છે કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર રીતે દારૂનું વેચાણ થઈ રહ્યું છે. ત્યારે દારૂબંધી હટાવીને દારૂના વેચાણને કાયદેસર કરવામાં આવે તો નકલી અને ગેરકાયદેસર દારૂના વેચાણ પર લગામ લગાવી શકાય અને આવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે.


સાથે જ દારૂના કાયદેસર વેચાણ પર સરકારને ટેક્સની આવક મળી શકે અને સરકારી તિજોરીમાં પણ આવક વધે તેવી દલીલ કરવામાં આવી રહી છે.


હવે આ મુદ્દે વિશ્વાસ ઠાકોર પણ મેદાનમાં ઉતરવાના છે. વિશ્વાસ ઠાકોરે પોતાની એક પોસ્ટમાં દારૂબંધી હટાવવાની માંગને સમર્થન આપ્યું છે અને તેઓ આ મુદ્દે પોતે ધરણા પર બેસવાના હોવાની વાત જણાવી છે.


એટલે કે, જે મુદ્દો અત્યાર સુધી સોશિયલ મીડિયા પર ચર્ચાઈ રહ્યો હતો, હવે તેને લઈને ધરણા અને આંદોલનની વાત પણ સામે આવી રહી છે.


હવે સવાલ એ છે કે ગુજરાતમાં વર્ષોથી અમલમાં રહેલી દારૂબંધીને લઈને સરકાર કોઈ નવો નિર્ણય લેશે? કે પછી દારૂબંધી હટાવવાની આ માંગ માત્ર સોશિયલ મીડિયા સુધી જ સીમિત રહેશે?


દારૂબંધી હટાવવી જોઈએ કે યથાવત રાખવી જોઈએ? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જણાવો.