દેશભરના પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પરિણામોની વચ્ચે નરેન્દ્ર મોદીએ ભાજપ કાર્યકરોને સંબોધતા ગુજરાત અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને અત્યાર સુધીનો સૌથી વધુ વોટશેર મળ્યો છે, જે જનતાના વધતા વિશ્વાસનો સ્પષ્ટ પુરાવો છે.
પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું કે દેશના 20થી વધુ રાજ્યોમાં ભાજપ અને એનડીએની સરકાર કાર્યરત છે અને પાર્ટી “નાગરિક દેવો ભવઃ”ના મંત્ર સાથે જનસેવામાં નિરંતર જોડાયેલી છે. જનતા આજે સ્પષ્ટ રીતે જોઈ રહી છે કે જ્યાં ભાજપ છે ત્યાં સારા શાસન અને ઝડપી વિકાસ જોવા મળે છે.
તેમણે છેલ્લા કેટલાક સમયના ચૂંટણી ટ્રેન્ડનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે હરિયાણા, મહારાષ્ટ્ર, દિલ્હી અને બિહારમાં ભાજપને સફળતા મળી છે અને આ જ ટ્રેન્ડ હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં મળેલો આ રેકોર્ડ વોટશેર આવનારા સમયમાં પાર્ટી માટે વધુ મજબૂત આધારરૂપ બનશે.