ગુજરાતી અભિનેત્રી મોનલ ગજ્જરને થાઈરોઈડ કેન્સર, તાજેતરમાં કરાવી સર્જરી; સોશિયલ મીડિયા પોસ્ટથી કર્યો ખુલાસો

ગુજરાતી અભિનેત્રી મોનલ ગજ્જરને થાઈરોઈડ કેન્સર, તાજેતરમાં કરાવી સર્જરી; સોશિયલ મીડિયા પોસ્ટથી કર્યો ખુલાસો

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી મોનલ ગજ્જર પોતાના સ્વાસ્થ્યને લઈને ચર્ચામાં આવી છે. ગુજરાતી ફિલ્મો ઉપરાંત સાઉથ ઈન્ડસ્ટ્રીમાં પણ પોતાની આગવી ઓળખ બનાવનાર મોનલે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને ચાહકોને મોટો ખુલાસો કર્યો છે. અભિનેત્રીએ જણાવ્યું કે તે પેપિલરી થાઈરોઈડ કાર્સિનોમા એટલે કે થાઈરોઈડ કેન્સરના એક પ્રકાર સામે ઝઝૂમી રહી હતી. આ બીમારીને પગલે તાજેતરમાં જ તેની સર્જરી પણ કરવામાં આવી છે.

'બાદ મેં દેખતે હૈં'ની માનસિકતા છોડો : મોનલ

પોતાની સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓ વિશે વાત કરતાં મોનલે લોકોને એક મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે. તેણે જણાવ્યું કે જીવનમાં સફળતા, કામ અને અન્ય જવાબદારીઓની વચ્ચે લોકો ઘણીવાર પોતાના સ્વાસ્થ્યને અવગણતા હોય છે.

મોનલે પોતાની પોસ્ટમાં લખ્યું કે, આ નવા વર્ષે તે સૌને એક અલગ પ્રકારની શુભેચ્છા આપવા માંગે છે. પેપિલરી થાઈરોઈડ કાર્સિનોમા અને તાજેતરની સર્જરીના અનુભવે તેને સમજાવ્યું છે કે લોકો કેટલી સરળતાથી પોતાના સ્વાસ્થ્યને નજરઅંદાજ કરી દે છે. તેણે ખાસ અપીલ કરી કે હવે 'બાદ મેં દેખતે હૈં' એટલે કે પછી જોઈશું એવી આદત છોડીને પોતાના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવી જોઈએ.

પેન્ડિંગ મેડિકલ ચેકઅપ કરાવવાની અપીલ