Advertisement

ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી: વિકાસ, સંસ્કાર અને ગૌરવનો મહોત્સવ

ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી: વિકાસ, સંસ્કાર અને ગૌરવનો મહોત્સવ

દેશ અને દુનિયામાં વસતા તમામ ગુજરાતી ભાઈ-બહેનો માટે આજે ‘ગુજરાત સ્થાપના દિવસ’ ગૌરવ અને આનંદનો પ્રસંગ છે. આ અવસર માત્ર ઉજવણીનો નહીં પરંતુ આપણા મહાન પૂર્વજોના યોગદાનને યાદ કરવાનો પણ છે. પૂજ્ય મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, સ્વામી દયાનંદ સરસ્વતી, શ્યામજી કૃષ્ણ વર્મા, રવિશંકર મહારાજ અને ઈન્દુલાલ યાજ્ઞિક જેવા મહાનુભાવોના આશીર્વાદ અને માર્ગદર્શનથી ગુજરાતે વિકાસની મજબૂત પાયાની સ્થાપના કરી હતી.


આ દિવસ ગુજરાતની અસ્મિતા, સંસ્કાર અને સમૃદ્ધિના ઉત્સવરૂપ છે. ગુજરાતે હંમેશા વિશ્વને શાંતિ, વિકાસ અને પ્રગતિનો માર્ગ બતાવ્યો છે. અહીંના લોકોના અવિરત પરિશ્રમ અને પુરુષાર્થના કારણે રાજ્ય આજે સેવા, સુરક્ષા અને સુશાસનનું પ્રતિક બની ગયું છે.


આજના સમયમાં જ્યારે ભારત વિકાસની નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે, ત્યારે ગુજરાત દેશના આર્થિક વિકાસમાં અગત્યની ભૂમિકા ભજવી રહ્યું છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના માર્ગદર્શન હેઠળ ગુજરાત “ગ્રોથ એન્જિન” તરીકે આગળ વધી રહ્યું છે અને રાષ્ટ્રીય વિકાસને નવી દિશા આપી રહ્યું છે.


આગામી સમયમાં ગુજરાતને વૈશ્વિક સ્તરે વધુ મજબૂત બનાવવા માટે રાજ્ય સતત પ્રયત્નશીલ છે. ગ્રીન એનર્જી, સેમિકન્ડક્ટર અને આધુનિક ટેકનોલોજીના ક્ષેત્રોમાં આગળ વધીને ગુજરાત નૂતન ભારતનું પથદર્શક બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે.

Advertisement