Advertisement

ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત: LRD ફિઝિકલ ટેસ્ટનું પરિણામ જાહેર

ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત: LRD ફિઝિકલ ટેસ્ટનું પરિણામ જાહેર

અમદાવાદ: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક દળ (LRD) ભરતી પ્રક્રિયા અંતર્ગત લેવામાં આવેલી શારીરિક ક્ષમતા કસોટી (Physical Test)નું મહત્વપૂર્ણ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યભરમાંથી લાખો યુવાનો આ ભરતી પ્રક્રિયામાં જોડાયા હતા અને પોતાના નસીબ અજમાવ્યું હતું. હવે ઉમેદવારો પોતાનું પરિણામ ઓનલાઈન માધ્યમથી જોઈ શકે છે.


માહિતી મુજબ, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ વિભાગના વર્ગ-3 સંવર્ગ હેઠળ પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષક દળ (LRD) સહિત કુલ 13,591 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.


આ ભરતી અંતર્ગત તા. 21 જાન્યુઆરી, 2026થી રાજ્યના 15 કેન્દ્રો પર શારીરિક ક્ષમતા કસોટી યોજાઈ હતી. જેમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આશરે 10 લાખ જેટલા ઉમેદવારો દોડ સહિતની શારીરિક કસોટીમાં જોડાયા હતા.


આ કસોટી પૂર્ણ થયા બાદ જાહેર થયેલા પરિણામ મુજબ કુલ 1.10 લાખ ઉમેદવારો આગામી તબક્કા માટે ક્વોલિફાય થયા છે. હવે આ ઉમેદવારો આગળની લેખિત પરીક્ષા સહિતની ભરતી પ્રક્રિયામાં ભાગ લેશે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડે ઉમેદવારોને સત્તાવાર વેબસાઈટ પર જઈને પોતાનું પરિણામ ચકાસવાની સુવિધા આપી છે. ઉમેદવારો પોતાની રજીસ્ટ્રેશન વિગતો અથવા રોલ નંબરના આધારે પરિણામ જોઈ શકે છે.


ભરતી પ્રક્રિયાના આગામી તબક્કા અંગેની માહિતી પણ ટૂંક સમયમાં બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવશે.

Advertisement