ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી! પોલીસ અને બોમ્બ સ્કવોડ એલર્ટ

ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી! પોલીસ અને બોમ્બ સ્કવોડ એલર્ટ

ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી! પોલીસ અને બોમ્બ સ્કવોડ એલર્ટ

ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. હાઇકોર્ટના ઈ-મેલ પર અજાણી વ્યક્તિએ ઈ-મેલ કર્યો છે. પોલીસને જાણ કરતા પોલીસ હાઈકોર્ટ પહોંચી છે. હાઇકોર્ટના ગેટ બંધ કરી ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. ડોગ સ્કવોડ અને બોમ્બ સ્કવોડ દ્વારા ચેકિંગ શરૂ કરાયું છે.

હાઇકોર્ટના ઈ-મેલ પર બોમ્બથી ઉડાવવાની ધમકી મળી: સફીન હસન ઝોન 1 ઈનચાર્જ ડીસીપી સફીન હસને જણાવ્યું કે હાઇકોર્ટના ઈ-મેલ પર બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે જેને લઈને તપાસ કરવામાં આવી છે. હાઇકોર્ટના ગેટ બંધ કરી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ઈ-મેલ કરનારની પણ તપાસ કરવામાં આવી રહી છે.