ઉજ્જૈન મહાકાલના દર્શને જવાનું પ્લાન બનાવી રહ્યા છો? તો ભક્તો માટે આ કામના સમાચાર છે! 🚍🔱
GSRTC દ્વારા અમદાવાદથી ઉજ્જૈન માટે નવી AC સીટિંગ બસ સેવા શરૂ કરવામાં આવી છે.
આ બસ અમદાવાદના ગીતામંદિરથી દરરોજ સાંજે 7 વાગ્યે ઉપડશે અને લગભગ સવારે 5 વાગ્યે ઉજ્જૈન પહોંચાડશે.
જ્યારે ઉજ્જૈનથી આ બસ સાંજે 6 વાગ્યે ઉપડશે અને સવારે અમદાવાદ પહોંચાડશે.
👉 આ બસનું ટિકિટ ભાડું ₹1,181 રાખવામાં આવ્યું છે.
એટલે હવે અમદાવાદથી ઉજ્જૈન મહાકાલના દર્શન માટે જવા માંગતા ભક્તોને મુસાફરીનો વધુ એક વિકલ્પ મળી ગયો છે.
બસના સમય, ભાડા અને બુકિંગ સહિતની સંપૂર્ણ માહિતી GSRTCની ઓફિશિયલ વેબસાઇટ પર ઉપલબ્ધ છે.
તો આ માહિતી એવા મિત્રો અને પરિવારજનો સાથે જરૂર શેર કરજો, જેઓ વારંવાર ઉજ્જૈન મહાકાલના દર્શને જતા હોય! 🔱