ગરબાની મોજમાં ઓનલાઈન ઓફર જોઈને ઉતાવળ ન કરશો…

ગરબાની મોજમાં ઓનલાઈન ઓફર જોઈને ઉતાવળ ન કરશો…

ગરબાની સીઝન શરૂ થાય એ પહેલાં સોશિયલ મીડિયા પર એક ટ્રેન્ડ ચર્ચામાં આવ્યો છે…

‘ગરબા પાર્ટનર જોઈએ?’ અને સાથે જ સામે આવી રહી છે હજારો રૂપિયાની ઓનલાઈન ઓફરો!


આગામી 11 ઓક્ટોબરથી નવરાત્રી શરૂ થવાની છે, ત્યારે Instagram પર ગરબા પાર્ટનર ભાડે મળવાની પોસ્ટ્સ વાયરલ થઈ રહી છે.


કેટલાક પેજ પર ₹2,000થી લઈને ₹6,500 સુધીના પેકેજ દર્શાવવામાં આવ્યા છે. જેમાં આખી રાત ગરબા રમવાથી લઈને પર્સનલ ટ્રેનિંગ, ફોટો-રીલ્સ, હાથ પકડીને ગરબા રમવા અને ગરબા બાદ ચાટ, કુલ્ફી કે ફાલુદા માટે લેટ-નાઈટ ફૂડ ડ્રાઈવ અને ડ્રોપ જેવી ઓફરોનો દાવો કરવામાં આવ્યો છે.


માત્ર એટલું જ નહીં…

કેટલાક એકાઉન્ટ પર ‘મિડનાઈટ મેગી રન’, ‘સ્પેશિયલ બર્થડે ગરબા ડેટ’ અને ‘એક રાત માટે ફેક ડેટિંગ’ જેવા એક્સ્ટ્રા એડ-ઓન્સની પણ જાહેરાત કરવામાં આવી છે.


આ મામલો અમદાવાદ સાયબર ક્રાઈમના મોનિટરિંગ દરમિયાન સામે આવ્યો હતો. ત્યારબાદ અમદાવાદ, સુરત અને મુંબઈના કેટલાક Instagram એકાઉન્ટ હોલ્ડરોની પૂછપરછ કરવામાં આવી.


સાયબર ક્રાઈમના જણાવ્યા પ્રમાણે, તપાસમાં કેટલાક એકાઉન્ટ હોલ્ડરો જેન્યુન હોવાનું સામે આવ્યું છે. પરંતુ તેનો અર્થ એ નથી કે સોશિયલ મીડિયા પર આવી રહેલી દરેક પોસ્ટ સાચી જ હોય.


કારણ કે સાયબર ગઠિયાઓ પણ ફેક Instagram ID બનાવી આવી ઓફરોના નામે લોકો સાથે પરિચય કેળવી શકે છે, વ્યક્તિગત માહિતી મેળવી શકે છે અને ત્યારબાદ ઓનલાઈન ફ્રોડનો પ્રયાસ કરી શકે છે.


હાલમાં અમદાવાદ સાયબર ક્રાઈમને આ પ્રકારના ગરબા પાર્ટનર સંબંધિત ફ્રોડની કોઈ સત્તાવાર ફરિયાદ મળી નથી. તેમ છતાં તહેવારને ધ્યાનમાં રાખીને સાયબર ક્રાઈમે લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે.


ખાસ કરીને અજાણી વ્યક્તિ સાથે ગરબા પાર્ટનર તરીકે મળવા કે બહાર જતાં પહેલાં સુરક્ષાનું ધ્યાન રાખવું જરૂરી છે.


અને સાયબર ક્રાઈમની ટીમ હવે નવરાત્રી દરમિયાન પણ અમદાવાદ, સુરત સહિત સમગ્ર રાજ્યના Instagram એકાઉન્ટ્સ પર નજર રાખશે.


ગરબાની મોજમાં ઓનલાઈન ઓફર જોઈને ઉતાવળ ન કરશો…

પાર્ટનર ભલે ઓનલાઈન મળે, પણ વિશ્વાસ કરતાં પહેલાં વેરિફિકેશન જરૂર કરજો!