ગલકા તોડવા ચઢ્યો અને વીજ કરંટ લાગ્યો, યુવક પતરાં પરથી નીચે પટકાયો!

ગલકા તોડવા ચઢ્યો અને વીજ કરંટ લાગ્યો, યુવક પતરાં પરથી નીચે પટકાયો!

ગલકા તોડવા ચઢ્યો અને વીજ કરંટ લાગ્યો, યુવક પતરાં પરથી નીચે પટકાયો!


આંકલાવ શહેરમાં એક યુવક ગલકા તોડવા માટે દુકાનના પતરાં પર ચઢ્યો હતો અને આ દરમિયાન ઘટના બની હતી.


એસ્સાર પેટ્રોલ પંપ સામે આવેલી દુકાનના પતરાં પર યુવક ગલકા તોડી રહ્યો હતો. ત્યારે નજીકથી પસાર થઈ રહેલા વીજતારના સંપર્કમાં આવતા તેને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો.


કરંટ લાગતા યુવક પતરાં પરથી નીચે ફેંકાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા. યુવક દુકાન પર ફસાઈ ગયો હોવાથી સ્થાનિકોએ સાવચેતીપૂર્વક તેને નીચે ઉતાર્યો હતો.


બાદમાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી યુવકને પ્રાથમિક સારવાર આપી હતી અને વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો.


સદનસીબે આ ઘટનામાં યુવકનો જીવ બચી ગયો હતો. જોકે, વીજતાર નજીક પતરાં પર ચઢવાનું જોખમ કેટલું ગંભીર બની શકે છે, તે આ ઘટનાએ ફરી એકવાર બતાવ્યું છે.