ઘરમાં LPG સિલિન્ડર આવે છે? તો 1 ઓક્ટોબર પહેલાં આ એક કામ નહીં કરો, તો સિલિન્ડર બુક કરાવવામાં મુશ્કેલી પડી શકે છે!

કારણ કે 1 ઓક્ટોબર 2026થી ઘરેલુ LPG રિફિલ માટે Biometric Aadhaar Authentication એટલે કે BAA ફરજિયાત થવા જઈ રહ્યું છે.

પેટ્રોલિયમ મંત્રીના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં 27.43 કરોડ એટલે કે 89.9% LPG ગ્રાહકોનું બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશન પૂર્ણ થઈ ગયું છે.

જો તમે પહેલાથી જ આ ઓથેન્ટિકેશન કરાવી ચૂક્યા છો, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી.

પરંતુ જો હજુ સુધી પ્રક્રિયા બાકી છે, તો 1 ઓક્ટોબર પહેલાં BAA પૂર્ણ કરાવી લેવું જરૂરી છે, જેથી સબસિડીવાળા LPG સિલિન્ડરનું બુકિંગ કરતી વખતે મુશ્કેલી ન પડે.

આ ઓથેન્ટિકેશન તમે ગેસ એજન્સીની ઓફિસ પરથી અથવા મોબાઈલ મારફતે પણ કરી શકો છો.

સરકારનો હેતુ છે કે LPG સબસિડીનો લાભ યોગ્ય ગ્રાહક સુધી પહોંચે અને ડમી ગ્રાહકોની ઓળખ થઈ શકે.

એટલે તમારા ઘરના LPG કનેક્શનનું BAA થયું છે કે નહીં, આજે જ ચેક કરી લો... કારણ કે 1 ઓક્ટોબરની તારીખ હવે દૂર નથી!