Advertisement

ગેસ ખૂટશે નહીં: LNGના બે કાર્ગો ભારત આવી રહ્યા છે, કેન્દ્રની ખાતરી

ગેસ ખૂટશે નહીં: LNGના બે કાર્ગો ભારત આવી રહ્યા છે, કેન્દ્રની ખાતરી

નવી દિલ્હી : દેશભરમાં LPG અછતની અફવાઓ વચ્ચે લોકો ગેસ સિલિન્ડર માટે એજન્સીઓ પર પડાપડી કરી રહ્યા છે. અનેક શહેરોમાં સિલિન્ડર ન મળતા કેટલાક રેસ્ટોરાં અને હોટેલો બંધ કરવાની નોબત આવી છે. આ પરિસ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે LNGના બે કાર્ગો ભારત તરફ આવી રહ્યા છે અને દેશમાં અછત જેવી કોઈ સ્થિતિ નથી.


પેટ્રોલિયમ મંત્રાલયની સંયુક્ત સચિવ Sujata Sharma એ જણાવ્યું કે ગ્રાહકોને સિલિન્ડર બૂકિંગમાં ગભરાવાની જરૂર નથી. સરકાર ઈંધણ પુરવઠા પર સતત નજર રાખી રહી છે અને રિફાઇનરીઓ પોતાની સંપૂર્ણ ક્ષમતા મુજબ કામ કરી રહી છે.


કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર ભારત પોતાની જરૂરિયાતનો લગભગ 60% LPG આયાત કરે છે, જેમાંથી મોટો હિસ્સો હોર્મુઝની ખાડી મારફતે આવે છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે પુરવઠા અંગે ચિંતા વધી છે, જેના કારણે લોકો વૈકલ્પિક ઈંધણ તરીકે ઇન્ડક્શન, લાકડા અને કોલસાનો ઉપયોગ તરફ વળી રહ્યા છે.

Advertisement