ગાંધીનગરના ગ-2 સર્કલ પાસે જાહેર માર્ગ પર બે રાઉન્ડ ફાયરિંગની ઘટના સામે આવી છે, જેના કારણે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સોમવારે રાત્રે બનેલી આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ભારે ભય અને ફફડાટ ફેલાયો હતો.
આ ફાયરિંગ દરમિયાન એક વ્યક્તિને ગોળી વાગતા તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે, જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ સાથે SP અને DySP સહિતનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં આ ફાયરિંગ અંગત અદાવતના કારણે થયાનું સામે આવ્યું છે, જોકે સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે. રાજ્યના પાટનગરના વ્યસ્ત જાહેર માર્ગ પર આવી ઘટના બનતા સુરક્ષા વ્યવસ્થા પર પણ અનેક સવાલો ઊભા થયા છે.