Advertisement

એસપી યુનિ. લાફા પ્રકરણમાં સમાધાનની દિશામાં પ્રયાસ, પ્રોફેસરોએ ગોઠવી મુલાકાતો

એસપી યુનિ. લાફા પ્રકરણમાં સમાધાનની દિશામાં પ્રયાસ, પ્રોફેસરોએ ગોઠવી મુલાકાતો

વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં બનેલા લાફા પ્રકરણને લઈને પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે. એક તરફ મહિલા પ્રોફેસરે ઈન્ટરનલ કમ્પ્લેન કમિટીમાં ફરિયાદ નોંધાવી છે, તો બીજી તરફ પ્રોફેસર મનીષ સોલંકીએ પોલીસમાં અરજી આપીને કાનૂની કાર્યવાહી શરૂ કરવાની દિશામાં પગલાં લીધાં છે. પોલીસ દ્વારા તટસ્થ તપાસ હાથ ધરવામાં આવશે તો યુનિવર્સિટીના ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત કોઈ મહિલા પ્રોફેસર વિરુદ્ધ આ પ્રકારની ફરિયાદ નોંધાવાનો બનાવ બની શકે છે, જે સમગ્ર ઘટનાને વધુ ચર્ચાસ્પદ બનાવે છે.


આ સમગ્ર ઘટનાથી યુનિવર્સિટીની છબી પર પણ અસર પડી છે, જેને ધ્યાનમાં રાખીને હવે કેટલાક પ્રોફેસરો દ્વારા બંને પક્ષ વચ્ચે સમાધાન કરાવવા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. અંદરખાને મુલાકાતો ગોઠવીને બંને પક્ષને સમજાવવામાં આવી રહ્યું છે કે તેઓ ફરિયાદો પાછી ખેંચે. જોકે, ફરિયાદ પાછી ખેંચવા માટે બંને પક્ષે કઈ શરતો મૂકાશે અને સૌપ્રથમ કોણ પગલું ભરે તે મુદ્દે હાલ યુનિવર્સિટી કેમ્પસમાં ગરમાગરમ ચર્ચાઓ ચાલી રહી છે

Advertisement