મિડલ ઈસ્ટમાં ઈરાન-ઈઝરાયેલ સંઘર્ષને કારણે નાગરિક ઉડ્ડયન ક્ષેત્ર માટે ગંભીર જોખમ ઉભું થતાં DGCAએ ભારતીય એરલાઈન્સ માટે મહત્વપૂર્ણ એડવાઈઝરી જાહેર કરી છે. આ મુજબ ઈરાન, ઈઝરાયેલ, લેબનોન, સાઉદી અરેબિયા, બહેરીન, ઓમાન, ઈરાક, જોર્ડન, યુએઈ, કતાર અને કુવૈત સહિત 11 દેશોના હવાઈ ક્ષેત્રને ‘હાઈ રિસ્ક ઝોન’ જાહેર કરવામાં આવ્યા છે, જ્યાં ઉડાન ટાળવા અથવા અત્યંત સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને સાઉદી અરેબિયા અને ઓમાન માટે 32,000 ફૂટથી નીચે ઉડાન ન ભરવાની ગાઈડલાઈન આપવામાં આવી છે. સાથે જ એરલાઈન્સને ઈમરજન્સી પરિસ્થિતિ માટે તૈયારી રાખવા, સતત NOTAM અપડેટ પર નજર રાખવા અને સુરક્ષા મોનિટરિંગ મજબૂત બનાવવાની પણ સૂચના આપવામાં આવી છે.
એર ટ્રાવેલ પર મોટો એલર્ટ! 11 દેશો માટે DGCAની કડક ગાઈડલાઈન જાહેર