એર ઈન્ડિયામાં મોટી સુરક્ષા ચૂક! 3 ઈટાલિયન નાગરિકો ઈમિગ્રેશન ક્લિયરન્સ વગર જ વિદેશ પહોંચી ગયા?

એર ઈન્ડિયામાં મોટી સુરક્ષા ચૂક! 3 ઈટાલિયન નાગરિકો ઈમિગ્રેશન ક્લિયરન્સ વગર જ વિદેશ પહોંચી ગયા?

એર ઈન્ડિયામાં મોટી સુરક્ષા ચૂક! 3 ઈટાલિયન નાગરિકો ઈમિગ્રેશન ક્લિયરન્સ વગર જ વિદેશ પહોંચી ગયા?


એર ઈન્ડિયાની સુરક્ષા વ્યવસ્થા સામે ફરી ગંભીર સવાલો ઉભા થયા છે.


દિલ્હી એરપોર્ટ પર ત્રણ ઈટાલિયન નાગરિકો જરૂરી ઈમિગ્રેશન તપાસ કરાવ્યા વિના જ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટમાં બેસી ગયા હોવાનો મામલો સામે આવ્યો છે.


આ મામલે હવે કેન્દ્ર સરકારે સીધી કાર્યવાહી શરૂ કરી છે.


નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એર ઈન્ડિયાના CEO કેમ્પબેલ વિલ્સનને મંગળવારે સમન પાઠવીને જવાબ માંગ્યો છે. સાથે જ એર ઈન્ડિયાને કારણદર્શક નોટિસ પણ ફટકારવામાં આવી છે.


હકીકતમાં, ત્રણેય મુસાફરોએ 4 સપ્ટેમ્બરે અમૃતસરથી દિલ્હી સુધીની ફ્લાઈટ લીધી હતી. ત્યારબાદ તેમને દિલ્હીથી મ્યુનિક જવા માટે લુફ્થાન્સાની આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ પકડવાની હતી.


નિયમ પ્રમાણે દિલ્હી એરપોર્ટ પર તેમને ઈમિગ્રેશન ચેકપોઈન્ટ પર જઈને પાસપોર્ટ અને જરૂરી તપાસ કરાવવી ફરજિયાત હતી.


પરંતુ આરોપ છે કે ત્રણેય મુસાફરો ઈમિગ્રેશન ક્લિયરન્સ વગર જ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ સુધી પહોંચી ગયા અને મ્યુનિક જતી ફ્લાઈટમાં સવાર થઈ ગયા.


અહીં સૌથી મોટો સવાલ છે—


આખરે દિલ્હી જેવા હાઈ-સિક્યુરિટી એરપોર્ટ પર ઈમિગ્રેશન તપાસ વગર ત્રણ વિદેશી નાગરિકો આંતરરાષ્ટ્રીય ફ્લાઈટમાં કેવી રીતે પહોંચી ગયા?


આ મામલાને નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સુરક્ષા અને ઈમિગ્રેશનની ગંભીર ચૂક ગણાવી છે.


મંત્રાલયે એર ઈન્ડિયા પાસેથી સમગ્ર ઘટનાનો જવાબ, જવાબદારી કોની હતી અને આવી ચૂક કેવી રીતે થઈ તેની સ્પષ્ટતા માંગી છે.


જો તપાસમાં સુરક્ષા પ્રોટોકોલની ગંભીર અવગણના સાબિત થાય છે, તો DGCA દ્વારા આર્થિક દંડ સહિતની કાર્યવાહી થઈ શકે છે. ગંભીર અથવા વારંવારની બેદરકારી સામે અન્ય નિયમનકારી પગલાં પણ લેવાઈ શકે છે.


આ ઘટનામાં માત્ર એર ઈન્ડિયા જ નહીં, પરંતુ ગ્રાઉન્ડ હેન્ડલિંગ અને સંબંધિત જવાબદાર કર્મચારીઓની ભૂમિકા પણ તપાસ હેઠળ આવી શકે છે.


સમજવાની વાત એ છે કે અમૃતસર અહીં સ્પોક અને દિલ્હી હબ છે. એટલે કે નાના અથવા પ્રાદેશિક એરપોર્ટ પરથી આવેલા મુસાફરોને મોટા હબ એરપોર્ટ પરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટમાં મોકલવામાં આવે છે.


આ હબ પર મુસાફરની ઓળખ અને જરૂરી ઈમિગ્રેશન પ્રક્રિયા યોગ્ય રીતે પૂર્ણ થવી અત્યંત મહત્વપૂર્ણ છે.


અને હવે આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો છે, જ્યારે 7 સપ્ટેમ્બરે જ એર ઈન્ડિયાના ચેરમેન એન. ચંદ્રશેખરે સુરક્ષાને એરલાઈનની સર્વોચ્ચ પ્રાથમિકતા ગણાવી હતી.


તેમણે કહ્યું હતું કે મુસાફરોનો વિશ્વાસ પાછો જીતવા માટે કડક નિયમોનું પાલન અને દરેક સ્તરે જવાબદારી નક્કી કરવી જરૂરી છે.


પરંતુ હવે સવાલ એ છે—


જો ઈમિગ્રેશન જેવી મૂળભૂત સુરક્ષા પ્રક્રિયા જ ચૂકી જાય, તો એર ઈન્ડિયાની સુરક્ષા વ્યવસ્થા પર વિશ્વાસ કેવી રીતે જળવાશે?


આ મામલે તપાસ બાદ કોની જવાબદારી નક્કી થાય છે અને એર ઈન્ડિયા સામે શું કાર્યવાહી થાય છે, તેના પર સૌની નજર રહેશે.