વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ગઈકાલે સાંજે વનકેડી વિસ્તારમાં ઝાડીઓમાંથી આશરે 9 ફૂટનો મહાકાય મગર બહાર આવી જતા ત્યાંથી પસાર થતા લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. બનાવની જાણ થતાં જીવદયા કાર્યકરો અને ફોરેસ્ટ વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. લગભગ પોણો કલાકની ભારે જહેમત બાદ મગરને સુરક્ષિત રીતે પકડી પાંજરામાં બંધ કરવામાં આવ્યો હતો અને બાદમાં તેને ફોરેસ્ટ વિભાગને સોંપી દેવામાં આવ્યો હતો.
એમએસ યુનિવર્સિટીમાં 9 ફૂટના મહાકાય મગરની એન્ટ્રીથી ખળભળાટ, ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરાયો