Advertisement

એક્ટ્રેસ કૃતિકા કામરા અને ગૌરવ કપૂર લગ્નના બંધનમાં બંધાયા, ક્રિકેટ અને બોલિવૂડ સ્ટાર્સની હાજરીમાં ભવ્ય સમારોહ યોજાયો

એક્ટ્રેસ કૃતિકા કામરા અને ગૌરવ કપૂર લગ્નના બંધનમાં બંધાયા, ક્રિકેટ અને બોલિવૂડ સ્ટાર્સની હાજરીમાં ભવ્ય સમારોહ યોજાયો

એક્ટ્રેસ કૃતિકા કામરા અને જાણીતા હોસ્ટ ગૌરવ કપૂર 11 માર્ચે લગ્નના બંધનમાં બંધાયા છે.


 મુંબઈના બાંદ્રા સ્થિત તેમના ઘરે એક પ્રાઈવેટ સમારોહમાં આ કપલે રજિસ્ટર મેરેજ કર્યા હતા, જેમાં પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ હાજર રહ્યા હતા. ભવ્ય અને પરંપરાગત લગ્નના બદલે બંનેએ સાદાઈથી ઘરે જ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. લગ્ન પ્રસંગે કૃતિકા કામરા લાલ રંગની ચંદેરી સાડીમાં ખૂબ સુંદર લાગી રહી હતી, જે તેમને તેમની માતાએ ભેટમાં આપી હતી અને જે તેમની પોતાની બ્રાન્ડ ‘સિન્નાબાર’ દ્વારા તૈયાર કરવામાં આવી હતી. બીજી તરફ ગૌરવ કપૂરે ડિઝાઈનર રાઘવેન્દ્ર રાઠોડનું આઈવરી અને ગોલ્ડ રંગનું ટ્રેડિશનલ આઉટફિટ પહેર્યું હતું. લગ્ન પછી ઘરના ટેરેસ પર આફ્ટર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગ, ઝહીર ખાન અને યુવરાજ સિંહ ઉપરાંત નેહા ધૂપિયા, અંગદ બેદી, સોહા અલી ખાન, મલાઈકા અરોરા અને પૂજા ગૌર જેવા બોલિવૂડ અને ટીવી સ્ટાર્સ પણ હાજર રહ્યા હતા.

Advertisement