એક તરફ પેટ્રોલના ભાવથી લોકો પરેશાન… તો બીજી તરફ એક દેશમાં સરકાર પેટ્રોલ માટે જ આપી રહી છે સબસિડી!

એક તરફ પેટ્રોલના ભાવથી લોકો પરેશાન… તો બીજી તરફ એક દેશમાં સરકાર પેટ્રોલ માટે જ આપી રહી છે સબસિડી!

એક તરફ પેટ્રોલના ભાવથી લોકો પરેશાન… તો બીજી તરફ એક દેશમાં સરકાર પેટ્રોલ માટે જ આપી રહી છે સબસિડી!

જાણો પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં પેટ્રોલ-ડીઝલને લઈને શું બદલાયું?


પાકિસ્તાન સરકારે વધતી ઇંધણની કિંમતો વચ્ચે બાઈક, રિક્ષા, ચિંગચી અને 800 CC સુધીની કારો માટે પેટ્રોલ સબસિડી યોજના શરૂ કરી છે.


આ યોજના હેઠળ પાત્ર લોકોને પેટ્રોલ પર પ્રતિ લિટર 100 રૂપિયા સુધીની સબસિડી મળી શકે છે.


દરેક પાત્ર વ્યક્તિને મહિનામાં 4 ટોકન આપવામાં આવે છે અને દરેક ટોકન પર 500 રૂપિયાની સબસિડીની જોગવાઈ છે.


ખાસ વાત એ છે કે હવે 1 જાન્યુઆરી 2006થી રજિસ્ટર્ડ મોટરસાયકલોને પણ યોજનામાં સામેલ કરવામાં આવી છે.


સરકારના જણાવ્યા પ્રમાણે, અત્યાર સુધીમાં 17.5 લાખથી વધુ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે, જ્યારે લગભગ 15 લાખ ટોકન જારી થઈ ચૂક્યા છે અને 6.80 લાખથી વધુ ટોકનનો ઉપયોગ થઈ ચૂક્યો છે.


હવે પાકિસ્તાનની નજર દેશમાં જ તેલ ઉત્પાદન વધારવા પર છે. સરકાર નવા તેલ અને ગેસના ભંડારો શોધવા માટે કામ કરી રહી છે અને પેટ્રોલિયમ મંત્રીના જણાવ્યા પ્રમાણે ઓક્ટોબર સુધી કાચું તેલ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.


જો નવા કુવાઓમાંથી વ્યાવસાયિક સ્તરે ઉત્પાદન શરૂ થાય છે, તો પાકિસ્તાન પોતાની તેલની જરૂરિયાતનો કેટલોક હિસ્સો દેશમાં જ પૂરો કરી શકશે અને આયાત પરનો ખર્ચ ઘટાડવાનો પ્રયાસ કરી શકશે.


પરંતુ બીજી તરફ બાંગ્લાદેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો વધારો થયો છે.


21 સપ્ટેમ્બરથી બાંગ્લાદેશમાં નવા ઇંધણ દર લાગુ થયા છે.

ડીઝલ 115થી વધીને 135, પેટ્રોલ 140થી 160, ઓક્ટેન 145થી 165 અને કેરોસીન 135થી વધીને 155 રૂપિયા પ્રતિ લિટર થયું છે.


સરકારના જણાવ્યા પ્રમાણે આંતરરાષ્ટ્રીય બજારમાં ઇંધણના ભાવમાં થયેલા વધારાની અસરને કારણે આ ભાવવધારો કરવામાં આવ્યો છે.


અર્થાત્…

એક તરફ પાકિસ્તાનમાં પેટ્રોલ સબસિડીથી લોકોને રાહત આપવાનો પ્રયાસ, તો બીજી તરફ બાંગ્લાદેશમાં ઇંધણ મોંઘું થતાં પરિવહન અને ચીજવસ્તુઓના ખર્ચ પર અસર પડવાની શક્યતા!