એક જ ટ્રેન યાત્રામાં 4 જ્યોતિર્લિંગ અને સ્ટેચ્યૂ ઓફ યુનિટીના દર્શન! પ્રવાસ માટે EMIની પણ સુવિધા, જાણો આ ખાસ ટ્રેનની સંપૂર્ણ વિગત

એક જ ટ્રેન યાત્રામાં 4 જ્યોતિર્લિંગ અને સ્ટેચ્યૂ ઓફ યુનિટીના દર્શન! પ્રવાસ માટે EMIની પણ સુવિધા, જાણો આ ખાસ ટ્રેનની સંપૂર્ણ વિગત

4 જ્યોતિર્લિંગ અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી ફરવા ઈચ્છતા પ્રવાસીઓ માટે IRCTC લાવ્યું ખાસ ટૂર પેકેજ! 17થી 26 ઓગસ્ટ દરમિયાન ભારત ગૌરવ ટ્રેન દ્વારા મહાકાલેશ્વર, ઓમકારેશ્વર, નાગેશ્વર અને સોમનાથ જ્યોતિર્લિંગ સહિત દ્વારકા અને સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત કરાવવામાં આવશે. 10 દિવસના આ પ્રવાસનું પેકેજ રૂ.18,380થી શરૂ થશે, જેમાં ટ્રેન મુસાફરી, ભોજન અને સ્થાનિક સ્થળોનું ભ્રમણ સામેલ છે. ખાસ વાત એ છે કે પ્રવાસીઓ માટે LTC અને EMIની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે.