સોનાં અને ચાંદીની કિંમતી ધાતુઓમાં છેલ્લા દિવસોમાં જોવા મળેલી ઐતિહાસિક તેજી બાદ હવે બજારમાં મોટું કડાકું નોંધાયું છે. સતત બીજા દિવસે સોનાં-ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રોફિટ-ટેકિંગ અને મજબૂત ડૉલર નફાખોરીના મુખ્ય કારણ તરીકે વ્યાખ્યાયિત થયા છે.
સોનાના ભાવ:
-
જૂનો બંધ ભાવ: ₹1,83,962/10 ગ્રામ
-
નવો ઓપન ભાવ: ₹1,80,499/10 ગ્રામ
-
વર્તમાન ટ્રેડિંગ ભાવ: ₹1,78,326/10 ગ્રામ (કરિબ 3.06% નો ઘટાડો)
આજના દિવસમાં સોનામાં ₹8,862 પ્રતિ 10 ગ્રામનો મોટો ઘટાડો જોવા મળ્યો છે.
ચાંદીના ભાવ:
-
જૂનો બંધ ભાવ: ₹3,99,893/કિગ્રો
-
નવો ઓપન ભાવ: ₹3,83,898/કિગ્રો
-
વર્તમાન ટ્રેડિંગ ભાવ: ₹3,79,831/કિગ્રો (કરિબ 5.02% નો ઘટાડો)
ચાંદીમાં એક જ દિવસમાં ₹23,993 પ્રતિ કિલોનો મોટો ઘટાડો નોંધાયો છે.
બજાર નિષ્ણાતો મુજબ, તાજેતરમાં સોનું-ચાંદી રેકોર્ડ હાઈએ પહોંચ્યા હતા, જેના કારણે રોકાણકારોએ પ્રોફિટ બુકિંગ શરૂ કરી દીધી છે. અમેરિકન ડૉલરની મજબૂતી અને વૈશ્વિક બજારોમાં વધતા દબાણને કારણે પણ કિંમતી ધાતુઓમાં ઘટાડો નોંધાયો છે. લાંબા ગાળામાં ભૌગોલિક અને રાજકીય તણાવને કારણે બજારમાં સેન્ટિમેન્ટ મિશ્ર જોવા મળી રહ્યું છે.