“દવાનો પરવાનો જોઈએ? તો પહેલાં ₹40 હજારનો ડોઝ આપો!”

“દવાનો પરવાનો જોઈએ? તો પહેલાં ₹40 હજારનો ડોઝ આપો!”

ભરૂચમાં ACBની મોટી કાર્યવાહી સામે આવી છે.

ભરૂચની Food & Drugs Department કચેરીમાં ફરજ બજાવતા બે અધિકારીઓ ₹40 હજારની લાંચ લેતા ઝડપાયા હોવાની માહિતી સામે આવી છે.

મળતી માહિતી મુજબ, ઝડપાયેલા અધિકારીઓમાં પ્રકાશભાઈ નાનકરામ પોસનાની, મદદનીશ કમિશનર, વર્ગ-1 અને સુરભીબેન દેસાઈ, ડ્રગ્સ ઇન્સ્પેક્ટર, વર્ગ-2નો સમાવેશ થાય છે.

સમગ્ર મામલો દવાના નવા હોલસેલ પરવાના સાથે જોડાયેલો છે.

ફરિયાદીએ નવા હોલસેલ દવાના પરવાના માટે અરજી કરી હતી. આ પરવાનો આપવા બાબતે અધિકારીઓ દ્વારા લાંચની માંગણી કરવામાં આવી હોવાનો આરોપ છે.

ફરિયાદ મળ્યા બાદ ACBએ સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી હતી.

આ કાર્યવાહીમાં બંને અધિકારીઓને ₹40 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હોવાની માહિતી છે.

હવે આ સમગ્ર મામલે ACB દ્વારા બંને અધિકારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અહીં સવાલ એ છે કે,

જે વિભાગનું કામ દવાઓની ગુણવત્તા અને નિયમોનું ધ્યાન રાખવાનું છે, એ જ વિભાગના અધિકારીઓ પર લાંચ લેવાના આરોપો લાગતા હવે આ મામલે વધુ તપાસમાં શું બહાર આવે છે?

હાલ ACBની કાર્યવાહી બાદ સમગ્ર મામલે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.