રસોડાના બજેટ પર ફરી મોંઘવારીનો માર પડ્યો છે… આ વખતે ડુંગળીના ભાવમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે!
અગાઉ જે ડુંગળી આશરે 25 રૂપિયે કિલો મળતી હતી, તેના ભાવ હવે વધીને 80થી 85 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે, જેના કારણે સામાન્ય પરિવારના રસોડાનું બજેટ ખોરવાઈ રહ્યું છે.
જથ્થાબંધ બજારમાં ડુંગળીના ભાવ વધવા પાછળ આવકમાં ઘટાડો, તેમજ ખાદ્ય અને પરિવહન ખર્ચમાં વધારો જેવા કારણો જવાબદાર હોવાનું જણાવાઈ રહ્યું છે.
ડુંગળી એવી વસ્તુ છે, જે લગભગ દરેક ઘરના રસોડામાં રોજિંદા વપરાય છે. એટલે તેના ભાવમાં સીધો વધારો થતાં તેની અસર ગૃહિણીઓથી લઈને સામાન્ય ગ્રાહકો સુધી જોવા મળી રહી છે.
એક તરફ ખાંડ, ચા અને અન્ય જીવનજરૂરી વસ્તુઓના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે હવે ડુંગળીના વધતા ભાવે પણ લોકોની ચિંતા વધારી છે.
ખાસ કરીને સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો માટે આ ભાવવધારો રસોડાના માસિક બજેટ પર વધારાનો બોજ બની શકે છે.
તો સવાલ એ છે કે… ડુંગળીના ભાવમાં આ વધારો કેટલા સમય સુધી રહેશે અને ગ્રાહકોને ક્યારે રાહત મળશે?
હાલ તો એટલું ચોક્કસ છે કે…
રસોડાના બજેટને બચાવવા માટે હવે ડુંગળી ખરીદતી વખતે પણ ખિસ્સું જોઈને ખર્ચ કરવો પડશે!