સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે દત્તક લીધેલા બાળકની માતાને પણ બાયોલોજીકલ માતા જેટલો જ મેટરનિટી લીવનો હક મળશે. અદાલતે જણાવ્યું કે માતૃત્વ એક મૂળભૂત માનવ અધિકાર છે અને દત્તક લેવાની પદ્ધતિ પણ એટલી જ સન્માનજનક છે, તેથી બાળકની ઉંમર 3 મહિનાથી વધુ હોવાના આધારે રજા નકારવી યોગ્ય નથી.
જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે સોશિયલ સિક્યુરિટી કોડની જોગવાઈને ગેરબંધારણીય ઠેરવી સમાનતાના અધિકારનું રક્ષણ કર્યું છે. સાથે જ કોર્ટે કેન્દ્ર સરકારને પિતૃત્વ રજા (Paternity Leave) અંગે પણ નીતિ ઘડવા સૂચન આપ્યું છે, જેથી બાળકની સંભાળમાં માતા-પિતાની સમાન ભૂમિકા સુનિશ્ચિત થઈ શકે.
દત્તક માતાઓને મોટો હક: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય, મળશે મેટરનિટી લીવ