ડાયાબિટીસ, હાઈ BP અને હાર્ટના દર્દીઓ માટે રાહતના સમાચાર! NPPAએ રોજિંદા ઉપયોગમાં લેવાતી 39 આવશ્યક દવાઓની મહત્તમ કિંમત નક્કી કરી છે. હવે કંપનીઓ અને મેડિકલ સ્ટોર્સ નક્કી કરેલી મર્યાદાથી વધુ ભાવ વસૂલી શકશે નહીં. આ નિર્ણયથી કેટલીક દવાઓની કિંમતમાં 20થી 40 ટકા સુધી ઘટાડો થઈ શકે છે અને લાંબા સમયથી સારવાર લઈ રહેલા લાખો દર્દીઓના માસિક દવા ખર્ચમાં મોટી બચત થવાની શક્યતા છે.
દર્દીઓ માટે રાહતના સમાચાર! બ્લડ પ્રેશર, હાર્ટ અને ડાયાબિટીસ સહિતની રોજિંદા ઉપયોગમાં લેવાતી 39 આવશ્યક દવાઓની કિંમત સરકારે નક્કી કરી