ડ્રાઈવર સાઈડમાંથી ઉતરેલો યુવક કોણ હતો તે સામે આવ્યું, પરંતુ યુવતીનું રહસ્ય હજુ યથાવત!

ડ્રાઈવર સાઈડમાંથી ઉતરેલો યુવક કોણ હતો તે સામે આવ્યું, પરંતુ યુવતીનું રહસ્ય હજુ યથાવત!

લાંભવેલ અકસ્માતમાં નવો ખુલાસો… ડ્રાઈવર સાઈડમાંથી ઉતરેલો યુવક કોણ હતો તે સામે આવ્યું, પરંતુ યુવતીનું રહસ્ય હજુ યથાવત!

આણંદના લાંભવેલ હનુમાનજી મંદિર પાસે ગત બુધવારે રાત્રે રોંગ સાઈડમાં પુરપાટ ઝડપે આવેલી વડોદરા પાસિંગની કારે સગીર બાઈકચાલકને અડફેટે લીધો હતો. અકસ્માત બાદ સગીર હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

ઘટના બાદ કારમાંથી એક યુવતી ઝડપથી બહાર નીકળી હતી, ત્યારબાદ ડ્રાઈવર સાઈડની સીટમાંથી એક યુવક બહાર આવ્યો હતો. પોલીસ તપાસમાં આ યુવકની ઓળખ આણંદના ધ્રુવ પટેલ તરીકે થઈ છે.

જોકે, સૌથી મોટો સવાલ હજુ પણ એ જ છે કે કાર કોણ ચલાવી રહ્યું હતું?

ધ્રુવ પટેલ કે તેની સાથે રહેલી યુવતી?

પોલીસ દ્વારા લાંભવેલ રોડ સહિતના રૂટના CCTV ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે, પરંતુ યુવતીની ઓળખ હજુ થઈ શકી નથી.

મહત્વની વાત એ છે કે આ કાર વડોદરાના હિમાલયા પટેલના નામે છે, અને ધ્રુવ પટેલ છેલ્લા કેટલાક સમયથી આ કારનો ઉપયોગ કરતો હોવાનું સામે આવ્યું છે.

ઉપરાંત, ધ્રુવ પટેલનો અગાઉનો ગુનાહિત ઈતિહાસ પણ સામે આવ્યો છે. વડોદરા PCBએ લોનના નામે છેતરપિંડીના કેસમાં તેની ધરપકડ કરી હતી.

હવે સવાલ એ છે કે અકસ્મતમાં કાર કોણ હંકારી રહ્યું હતું? અને તે અજાણી યુવતી કોણ છે?

પોલીસ તપાસ બાદ જ આ રહસ્ય પરથી પડદો ઊઠશે.