દીકરીઓના સ્વાસ્થ્ય માટે સંકલ્પબદ્ધ નિવેદિતા ફાઉન્ડેશન : વિશ્વ માસિક સ્વચ્છતા દિવસે જાગૃતિનો પ્રેરણાદાયી સંદેશ

દીકરીઓના સ્વાસ્થ્ય માટે સંકલ્પબદ્ધ નિવેદિતા ફાઉન્ડેશન : વિશ્વ માસિક સ્વચ્છતા દિવસે જાગૃતિનો પ્રેરણાદાયી સંદેશ

મહિલા આરોગ્ય અને સ્વચ્છતા પ્રત્યે સંવેદનશીલ અભિગમ સાથે નિવેદિતા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલી આ પહેલ અનેક દીકરીઓના જીવનમાં આત્મવિશ્વાસ અને જાગૃતિનો નવો દીપ પ્રગટાવતી સાબિત થઈ છે.


આણંદમાં નિવેદિતા ફાઉન્ડેશન દ્વારા માનવતા, મહિલા સશક્તિકરણ અને સ્વચ્છતા પ્રત્યેનો એક વધુ પ્રેરણાદાયી અધ્યાય લખાયો છે. વિશ્વ માસિક સ્વચ્છતા દિવસ નિમિત્તે આયોજિત વિશેષ જાગૃતિ કાર્યક્રમમાં માત્ર સેનિટરી પેડનું વિતરણ જ નહીં, પરંતુ દીકરીઓના આત્મવિશ્વાસ, આરોગ્ય અને ગૌરવને નવી દિશા આપવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.


વર્ષોથી ગ્રામ્ય વિસ્તારની હજારો દીકરીઓ અને વિદ્યાર્થીઓના જીવનમાં શિક્ષણ, સ્વચ્છતા અને સંસ્કારનું પ્રકાશ ફેલાવતી નિવેદિતા ફાઉન્ડેશન આજે પણ સમાજ પરિવર્તનની અનોખી મિશાલ બની રહી છે. આનંદ જિલ્લાના અનેક સરકારી શાળાઓમાં સતત કાર્યરત રહેલી આ સંસ્થા દ્વારા મહિલાઓ અને કિશોરીઓ માટે આયોજિત આ કાર્યક્રમમાં માસિક ધર્મ દરમિયાન રાખવાની સ્વચ્છતા, આરોગ્યની કાળજી અને ગેરસમજો દૂર કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 


ખાસ કરીને નિવેદિતા ફાઉન્ડેશનના ચેરપર્સન નીપાબેન પટેલની આગેવાની હેઠળ ચાલતી વિવિધ સામાજિક પહેલોએ હજારો પરિવારોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવ્યું છે. ગ્રામ્ય વિસ્તારની દીકરીઓના શિક્ષણ, સ્વાભિમાન અને સ્વાસ્થ્ય માટે સતત કાર્યરત નીપાબેન પટેલ આજે અનેક યુવતીઓ માટે પ્રેરણાસ્ત્રોત બની ચૂક્યા છે. સમાજસેવાને માત્ર શબ્દોમાં નહીં પરંતુ કાર્ય દ્વારા જીવંત બનાવનાર નીપાબેન પટેલે આ પ્રસંગે પણ દીકરીઓને સ્વચ્છતા અને આત્મનિર્ભરતા તરફ આગળ વધવા પ્રોત્સાહિત કરી હતી. 


કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહિલાઓ અને કિશોરીઓને સેનિટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ માસિક સ્વચ્છતા અંગે ખુલ્લી ચર્ચા કરી તેમને આરોગ્ય પ્રત્યે જાગૃત કરવામાં આવ્યા હતા. વર્ષો સુધી જે વિષય સમાજમાં સંકોચ અને મૌન વચ્ચે દબાયેલો રહ્યો હતો, તે વિષયને આજે જાગૃતિ અને ગૌરવ સાથે સમાજ સમક્ષ મૂકવાનો પ્રયાસ નિવેદિતા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યો છે.


"દીકરી સ્વસ્થ તો પરિવાર સશક્ત, અને પરિવાર સશક્ત તો સમાજ સમૃદ્ધ”ના સંદેશ સાથે યોજાયેલો આ કાર્યક્રમ અનેક દીકરીઓ માટે આશા, આત્મવિશ્વાસ અને નવા વિચારનો પ્રકાશ બની રહ્યો છે.


આણંદમાં સમાજસેવાના ક્ષેત્રે સતત નવી ઊંચાઈઓ સર કરતી નિવેદિતા ફાઉન્ડેશન અને તેના ચેરપર્સન નીપાબેન પટેલ ફરી એકવાર સાબિત કરી રહ્યા છે કે સાચી સેવા એ જ છે, જે કોઈના જીવનમાં બદલાવ લાવે અને ભવિષ્યને ઉજ્જવળ બનાવે. ✨🌸