ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-માર્ચ 2026માં લેવાયેલી ધોરણ-12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ 4 મેના રોજ સવારે 10 વાગ્યે જાહેર કરવામાં આવશે. આ સાથે વ્યવસાયલક્ષી, ઉ.ઉ.બુ. પ્રવાહ, સંસ્કૃત મધ્યમા અને GUJCET-2026ના પરિણામો પણ જાહેર થશે. વિદ્યાર્થીઓ Gujarat Secondary and Higher Secondary Education Boardની સત્તાવાર વેબસાઇટ www.gseb.org પર સીટ નંબર દ્વારા અથવા WhatsApp નંબર 6357300971 પર મેસેજ કરીને પોતાનું પરિણામ જાણી શકશે.
ધોરણ-૧૨ (વિજ્ઞાન-સામાન્ય) અને GUJCET-2026નું પરિણામ 4 મે સવારે 10 વાગ્યે જાહેર