Advertisement

ધોરણ 10-12 બોર્ડ પરીક્ષા વચ્ચે આણંદ જિલ્લામાં 153 વિદ્યાર્થીઓ ગેરહાજર


આણંદ, મંગળવાર:ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સમગ્ર રાજ્ય સહિત આણંદ જિલ્લામાં ધોરણ-૧૦ (SSC) અને ધો. ૧૨ (HSC)ની જાહેર પરીક્ષાઓ જિલ્લામાં શાતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે. 


જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, આણંદની કચેરીના પરીક્ષા કંટ્રોલ રૂમ તરફથી પ્રાપ્ત થયેલા અહેવાલો મુજબ આજે યોજાયેલ પરીક્ષામાં ધોરણ 12 માં વ્યવસાયલક્ષી પ્રવાહમાં નોંધાયેલા કુલ 14173 વિદ્યાર્થીઓ પૈકી 14017 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 156 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યાં હતાં. 


વધુમાં આણંદ જિલ્લામાં આજ સુધીમાં બોર્ડની પરીક્ષા દરમિયાન ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષામાં કોઇ ગેરરીતી કે અનિચ્છનીય ઘટના બનવા પામી નથી, તેમ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યુ છે.

 

Advertisement