મેષ : જૂના સ્વજન- સ્નેહી - મિત્રવર્ગ સાથે આકસ્મિક મુલાકાતથી આપને આનંદ થાય. અડોશ- પડોશના કામ અંગે વ્યસ્તતા જણાય.
વૃષભ : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. તબીયતની અસ્વસ્થતા જણાય. નાણાંકીય લેવડ-દેવડમાં ધ્યાન રાખવું.
મિથુન : આપના કાર્યની સાથે સંસ્થાકીય કામમાં, જાહેર ક્ષેત્રના કામમાં વ્યસ્ત રહેવાનું બને. અન્યનો સહકાર મળી રહેતાં રાહત જણાય.
કર્ક : આપના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જતાં અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભારમાં વધારો જણાય.
સિંહ : આપની મહેનત- અનુભવ- આવડત- બુધ્ધિથી કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી કામકાજમાં સરળતા થતી જાય.
કન્યા : આપ હરો-ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ રાહત જણાય નહીં. આવેશ ઉશ્કેરાટમાં આવી જવું નહીં.
તુલા : આપના યશ- પદ - ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. દેશ પરદેશના કામમાં વ્યસ્ત રહો.
વૃશ્ચિક : આપના કામમાં સાનુકુળતા મળી રહે. કૌટુંબિક - પારિવારિક કામકાજ અંગે વ્યસ્તતા દોડધામ રહે. ધંધામાં આવક જણાય.
ધન : આપના મહત્વના કામમાં અન્યનો સહકાર મળી રહે. કામનો ઉકેલ આવતાં રાહત જણાય. અગત્યના નિર્ણય લઈ શકાય.
મકર : આપના કામમાં કોઇને કોઈ રુકાવટ મુશ્કેલી આવ્યા કરે. આકસ્મિક ખર્ચ- ખરીદીના લીધે નાણાભીડ અનુભવાય.
કુંભ : આપની દોડધામ- શ્રમમાં ઘટાડો થતો જાય. આપના કાર્યની કદર પ્રશંસા થાય. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
મીન : આપના કાર્યની સાથે ઘર પરિવાર સગા- સંબંધી વર્ગ મિત્રવર્ગના કામકાજમાં વ્યસ્ત રહેવું પડે. દોડધામ-શ્રમ અનુભવાય.