ચોમાસું વિદાય તરફ છે, પરંતુ વરસાદે હજુ વિરામ લીધો નથી!

ચોમાસું વિદાય તરફ છે, પરંતુ વરસાદે હજુ વિરામ લીધો નથી!

ચોમાસું વિદાય તરફ છે, પરંતુ વરસાદે હજુ વિરામ લીધો નથી!

ગુજરાત અને આસપાસ સર્જાયેલી બે અલગ-અલગ હવામાન સિસ્ટમના કારણે સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.


રાજ્યમાં આ સિઝનમાં સૌથી ઓછો વરસાદ નોંધાયેલા દ્વારકામાં આજે સવારથી ધોધમાર વરસાદ વરસ્યો. રસ્તાઓ પાણી પાણી થઈ ગયા અને કાળિયા ઠાકોરના દર્શને આવેલા ભક્તો પણ વરસાદમાં ભીંજાયા. મંદિરની 56 સીડી પરથી ખડખડ વહેતા પાણીનું નયનરમ્ય દૃશ્ય જોવા મળ્યું.


આજે બપોરે 2 વાગ્યા સુધીમાં રાજ્યના 49 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં દેવભૂમિ દ્વારકાના ઓખા મંડળમાં સૌથી વધુ 3 ઈંચ વરસાદ ખાબક્યો છે.


હવે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આજે માછીમારોને પણ ચેતવણી આપવામાં આવી છે. ગુજરાતના સમગ્ર દરિયાકાંઠે 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.


આ વરસાદ પાછળ બે સિસ્ટમ સક્રિય છે.

સૌરાષ્ટ્રને અડીને આવેલા ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર પર લો-પ્રેશર એરિયા યથાવત છે. સાથે જ મોનસૂન ટ્રફ બીકાનેર તરફથી પસાર થઈ રહ્યો છે. પવનની દિશા દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ તરફ રહેવાની શક્યતા છે.


હવે વરસાદના આંકડા ચોંકાવનારા છે.

1 જૂનથી 17 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં 612 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જ્યારે સામાન્ય વરસાદ 670 મિલીમીટર હોવો જોઈએ. એટલે સમગ્ર રાજ્યમાં હજુ 9 ટકા વરસાદની ઘટ છે.


ગુજરાત રીજનમાં તો સામાન્ય કરતાં 3 ટકા વધુ વરસાદ થયો છે, પરંતુ સૌરાષ્ટ્ર-કચ્છમાં 24 ટકા વરસાદની ઘટ હજુ યથાવત છે.


બીજી તરફ ડેમોની સ્થિતિ જોઈએ તો સરદાર સરોવર ડેમ 95.95 ટકા ભરાયેલો છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં કુલ ક્ષમતાના 69.37 ટકા પાણી છે. 26 ડેમ 100 ટકા ભરાઈ ગયા છે, જ્યારે 74 ડેમ હજુ 25 ટકાથી ઓછા ભરાયા છે.


પાણીના સ્તરને ધ્યાનમાં રાખીને 40 ડેમને હાઈ એલર્ટ, 13ને એલર્ટ અને 10 ડેમને વોર્નિંગ હેઠળ રાખવામાં આવ્યા છે.


અને હવે ચોમાસાની વિદાયની પણ શરૂઆતના સંકેતો મળી રહ્યા છે. 19 સપ્ટેમ્બરની આસપાસ પશ્ચિમ રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાંથી ચોમાસાની વાપસી માટે અનુકૂળ સ્થિતિ સર્જાઈ શકે છે.


પરંતુ એ પહેલાં...


સૌરાષ્ટ્ર પર વરસાદનું સંકટ છે કે સારો વરસાદ?

આકાશમાં સિસ્ટમ સક્રિય છે અને દરિયાકાંઠે પવન પણ તેજ થવાનો છે... એટલે આગામી દિવસોમાં ગુજરાતના હવામાન પર નજર રાખવી જરૂરી છે.