Advertisement

ચકલાસી, નડિયાદ PI બદલાયા, મહિલા પોલીસ સ્ટેશનમાં નવા PIની નિમણૂક

ચકલાસી, નડિયાદ PI બદલાયા, મહિલા પોલીસ સ્ટેશનમાં નવા PIની નિમણૂક

ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા જિલ્લાના પોલીસ તંત્રમાં મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. વહીવટી કાર્યદક્ષતા અને જાહેર હિતને ધ્યાનમાં રાખીને ચાર બિન-હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર (PI)ની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. આ અંગેનો સત્તાવાર આદેશ 27 જાન્યુઆરીના રોજ જારી કરવામાં આવ્યો હતો.



આ આદેશ મુજબ, ચકલાસી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PI એમ.બી. ભરવાડની બદલી મહિલા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે.


જ્યારે નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનના PI કે.એચ. ચૌધરીને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) શાખામાં નિયુક્ત કરાયા છે.


AHTU શાખામાં કાર્યરત એસ.કે. કાંબડને ચકલાસી પોલીસ સ્ટેશનની જવાબદારી સોંપવામાં આવી છે.


આ ઉપરાંત, મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PI વી.બી. વશની બદલી નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે.


Advertisement