Advertisement

ચિખોદરા ખાતે રોટરી ક્લબ આણંદ રાઉન્ડ ટાઉનના સહયોગથી નિક્ષય પોષણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો

ચિખોદરા ખાતે રોટરી ક્લબ આણંદ રાઉન્ડ ટાઉનના સહયોગથી નિક્ષય પોષણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો

આણંદ : નેશનલ ટીબી એલિમિનેશન પ્રોગ્રામ અંતર્ગત આણંદ જિલ્લાને ટીબી મુક્ત કરવાના ઉમદા હેતુ સાથે જિલ્લા ક્ષય અધિકારી શ્રી ડૉ. દીપક પરમારના અધ્યક્ષસ્થાને ચિખોદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રોટરી ઇન્ટરનેશનલ ક્લબ આણંદ રાઉન્ડ ટાઉનના સહયોગથી 'નિક્ષય પોષણ કીટ' વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. 


આ કાર્યક્રમમાં રોટરી ક્લબના પ્રમુખ શ્રી મિહિરભાઈ પટેલ, શ્રી ગૌતમભાઈ મહેતા, આસિસ્ટન્ટ ડિસ્ટ્રીક્ટ ગવર્નર રોટરી ૩૦૬૦, ડૉ. ઉમાબેન પટેલ, શ્રી મયુરભાઈ ગાલા તથા શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે 24 જેટલા ટીબીના દર્દીઓને પ્રોટીનયુક્ત પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.


જિલ્લા ક્ષય અધિકારી શ્રી ડૉ. દીપક પરમારે જણાવ્યું હતું કે ટીબીનો રોગ સંપૂર્ણપણે મટી શકે છે તેમાં સતત છ માસ સુધી દવા લેવી જરૂરી છે અને પ્રોટીન યુક્ત આહાર લેવો ખૂબ જ જરૂરી છે. ટીબીના દર્દીઓ થી દૂર જવાની જરૂર નથી પરંતુ ટીબીના દર્દીઓની દરકાર કરવી જરૂરી છે. ડોક્ટર પરમારે ટીબીના દર્દીઓને પ્રોટીનયુક્ત પોષણ કીટ આપવા માટે તેમણે નિક્ષય મિત્ર બનવા એટલે કે ટીબીના દર્દીઓ ને પોષણ કીટ આપવા અનુરોધ કર્યો છે.


આ પ્રસંગે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના આયુષ ડોક્ટર દિપલ દવે તથા લેબ ટેકનિશિયન ભાવેશ ઠક્કર, ગામના અગ્રણીઓ, ટીબીના દર્દીઓના પરિવારજનો તથા આરોગ્ય વિભાગના અધિકારી - કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

Advertisement