ચેન્નઈ સુપર કિંગ્સને મોટો ઝટકો! 18 વર્ષના લાંબા સફર બાદ હેડ કોચ સ્ટીફન ફ્લેમિંગે છોડ્યો CSKનો સાથ

ચેન્નઈ સુપર કિંગ્સને મોટો ઝટકો! 18 વર્ષના લાંબા સફર બાદ હેડ કોચ સ્ટીફન ફ્લેમિંગે છોડ્યો CSKનો સાથ

ચેન્નઈ સુપર કિંગ્સ અને સ્ટીફન ફ્લેમિંગની 18 વર્ષની ઐતિહાસિક સફરનો અંત આવ્યો છે. 2008માં ખેલાડી તરીકે CSK સાથે જોડાયેલા ફ્લેમિંગ 2009થી ટીમના હેડ કોચ તરીકે જવાબદારી સંભાળી રહ્યા હતા. તેમના માર્ગદર્શન હેઠળ ચેન્નઈએ 5 IPL ટાઇટલ અને 2 ચેમ્પિયન્સ લીગ T20 ટ્રોફી જીતી, જ્યારે ટીમ 10 વખત IPL ફાઇનલ સુધી પહોંચી. હવે પરસ્પર સંમતિથી ફ્લેમિંગે CSKનો સાથ છોડ્યો છે. વિદાય સમયે તેમણે કહ્યું કે CSK હંમેશા તેમના દિલની નજીક રહેશે.