Advertisement

બુમરાહને ₹2 કરોડનો ઝટકો! BCCI કોન્ટ્રાક્ટ સિસ્ટમ પર ઉઠ્યા સવાલો, હવે ભરપાઈની માંગ તેજ

બુમરાહને ₹2 કરોડનો ઝટકો! BCCI કોન્ટ્રાક્ટ સિસ્ટમ પર ઉઠ્યા સવાલો, હવે ભરપાઈની માંગ તેજ
  1. BCCIના નવા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ (2025-26)માં જસપ્રીત બુમરાહને A+માંથી A કેટેગરીમાં ખસેડાતા તેને 2 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. અગાઉ A+ કેટેગરીમાં 7 કરોડ મળતા હતા, જ્યારે હવે A કેટેગરીમાં 5 કરોડ મળશે.

  2. બોર્ડે આ વખતે A+ કેટેગરી જ રદ કરી દીધી હોવાથી વિરાટ કોહલી, રોહિત શર્મા, રવિન્દ્ર જાડેજા સહિત બુમરાહનું પણ ડિમોશન થયું છે, પરંતુ ત્રણેય ફોર્મેટમાં સતત રમતા બુમરાહ સાથે અન્યાય થયો હોવાની ચર્ચા ચાલી રહી છે.

  3. આ નિર્ણય બાદ BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ પર સવાલો ઊભા થયા છે, કારણ કે સારું પ્રદર્શન કરનાર ખેલાડીઓ પણ એક ગ્રેડ નીચે સરકી ગયા છે.

  4. અહેવાલ મુજબ BCCI હવે બુમરાહને થયેલા આર્થિક નુકસાનની ભરપાઈ કરવા માટે વિકલ્પો પર વિચારણા કરી રહ્યું છે.