Advertisement

બ્રેકિંગ ન્યૂઝ: ઉમરેઠ ચૂંટણીમાં શાંતિપૂર્ણ મતદાન માટે તંત્ર સજ્જ, નશાયુક્ત પદાર્થો પીરસવા પર પ્રતિબંધ

બ્રેકિંગ ન્યૂઝ: ઉમરેઠ ચૂંટણીમાં શાંતિપૂર્ણ મતદાન માટે તંત્ર સજ્જ, નશાયુક્ત પદાર્થો પીરસવા પર પ્રતિબંધ

આણંદ:: ૧૧૧-ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારની પેટા ચુંટણી-૨૦૨૬ આગામી તા.૨૩/૦૪/૨૦૨૬ ના રોજ યોજાનાર છે. તેની મતગણતરી તા.૦૪/૦૫/૨૦૨૬ ના રોજ યોજાનાર છે. ઉક્ત પેટા ચૂંટણી દરમ્યાન મતદારો નિર્ભયપણે મતદાન કરી શકે તે માટે તેમજ જાહેર સુલેહ શાંતિ, જાહેર વ્યવસ્થા અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે દારૂ અને નશાયુક્ત પદાર્થોનું વેચાણ કરવાની કે પીરસવાની મનાઈ ફરમાવવા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી ઋતુરાજ દેસાઈએ તેમને મળેલ સત્તાની રૂઈએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. 


 આ જાહેરનામામાં ૧૧૧-ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારની પેટા ચુંટણી હેઠળના જિલ્લા પંચાયત/તાલુકા પંચાયત તથા મહાનગરપાલિકા, નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ દારૂ અને નશાયુકત પદાર્થોના વેચાણ માટેના ૫૨વાના ધરાવનારાઓએ જાહેરનામામાં જણાવેલ સમયગાળા દરમિયાન દારૂ અને નશાયુકત પદાર્થોનું વેચાણ થતુ હોય તેવા સ્થળો બંધ રાખવા જણાવ્યું છે તથા કોઈપણ હોટલ, ખાણીપીણીની જગ્યાઓ, દારૂના પીઠા, દુકાનો કે કોઈપણ જાહેર કે ખાનગી સ્થળોએ દારૂના વેચાણ, આપ-લે, વિતરણ કે પીરસવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.


 આ જાહેરનામામાં જણાવેલ હુકમ તા.૨૧/૦૪/૨૦૨૬ ના રોજ સાંજના ૧૮-૦૦ કલાકથી તા.૨૩/૦૪/૨૦૨૬ (મતદાન દિવસ) ના રોજ સાંજના ૧૮-૦૦ કલાક સુધીના સમયગાળા માટે, તેમજ તા.૦૪/૦૫/૨૦૨૬ના રોજ સવારના સુર્યોદયથી તા.૦૫/૦૫/૨૦૨૬ના રોજ સવારના સુર્યોદય સુધીના સમયગાળા માટે લાગુ પડશે.

 

 આ હુકમનો ભંગ અથવા ઉલ્લંધન કરનાર કેદ અથવા દંડ અથવા બંન્ને શિક્ષાને પાત્ર થશે.

Advertisement