બ્રાન્ડેડ દારૂની બોટલો... જાણીતી કંપનીઓના સ્ટીકરો... અને અંદર ભરાતો હતો કથિત રીતે નકલી ઈંગ્લીશ દારૂ!
આણંદ જિલ્લામાં નકલી દારૂના કારોબારનો મોટો પર્દાફાશ થયો છે. આણંદ LCBએ બોરસાદ તાલુકાના દહેવાણ વિસ્તારમાં દરોડો પાડી બનાવટી ઈંગ્લીશ દારૂ બનાવવાના કથિત રેકેટનો પર્દાફાશ કર્યો છે.
પોલીસની કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી 575 લીટર આલ્કોહોલ સ્પિરિટ મળી આવ્યો હોવાનું સામે આવ્યું છે.
એટલું જ નહીં... 1,514 કાચની ખાલી બોટલો સહિત દારૂ બનાવવા અને પેકિંગ માટે વપરાતો અન્ય સામાન પણ જપ્ત કરવામાં આવ્યો છે.
આ સમગ્ર કાર્યવાહીમાં LCBએ રૂ. 1.39 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પ્રાથમિક તપાસ મુજબ, બ્રાન્ડેડ બોટલો અને સ્ટીકરની આડમાં કથિત રીતે બનાવટી ઈંગ્લીશ દારૂ તૈયાર કરીને વેચાણ માટેનો કારોબાર ચાલી રહ્યો હોવાની શંકા છે.
પોલીસે આ મામલે 3 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે, જેમાં જગ્યા સાથે સંકળાયેલા હરમતસિંહ પરમાર, વડોદરાના અરવિંદ ઉર્ફે ભગો પરમાર અને રાજસ્થાનના દિનેશના નામ સામે આવ્યા છે.
તો હવે સવાલ એ છે કે...
દહેવાણમાં ચાલતા આ કથિત નકલી દારૂના કારોબારનું નેટવર્ક કેટલું મોટું છે?
આ દારૂ ક્યાં-ક્યાં સપ્લાય થતો હતો?
અને બ્રાન્ડેડ બોટલોના નામે કેટલા લોકો સુધી આ બનાવટી દારૂ પહોંચ્યો?
આણંદ LCBએ ત્રણ આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
🚨 બ્રાન્ડેડ બોટલ... નકલી માલનો ખેલ... અને હવે LCBના સકંજામાં કથિત દારૂનું રેકેટ!
આણંદમાંથી વધુ એક મોટી કાર્યવાહી... અને તપાસમાં હજુ મોટા ખુલાસા થવાની શક્યતા!