બોરસદ નગરપાલિકામાં સાડા ત્રણ વર્ષ બાદ નવા મહિલા પ્રમુખની વરણી કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રમુખ પદ માટે પૂર્વીબેન સંજયભાઈ પટેલના નામની જાહેરાત કરવામાં આવતા તેઓ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. આ સાથે ઉપપ્રમુખ પદે સુરેશભાઈ પરમાર અને કારોબારી ચેરમેન પદે યશોદરા ભટ્ટની નિમણૂક કરવામાં આવી હતી.
નગરપાલિકાના બોર્ડ રૂમમાં આજે બપોરે 12 વાગ્યે બોરસદ પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી. જેમાં ભાજપના ચૂંટાયેલા સભ્યોએ તમામ હોદેદારોને બિનહરીફ સમર્થન આપતા ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી.
ભાજપ દ્વારા જાહેર કરાયેલા હોદેદારોના નામોને લઈ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. નવા હોદેદારોએ શહેરના વિકાસ કાર્યોને પ્રાથમિકતા આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.