Advertisement

બોલિવૂડમાં ખળભળાટ: લોરેન્સ ગેંગે સિંગર બાદશાહને આપી જાનથી મારી નાખવાની ધમકી

બોલિવૂડમાં ખળભળાટ: લોરેન્સ ગેંગે સિંગર બાદશાહને આપી જાનથી મારી નાખવાની ધમકી

બોલિવૂડના જાણીતા સિંગર અને રેપર બાદશાહ માટે ‘ટટીરી’ ગીતને લઈને વિવાદ વધતો જઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર માફી માગ્યા છતાં મામલો શાંત થતો નથી. હરિયાણા પોલીસે તેમની ધરપકડ માટે કાર્યવાહી શરૂ કરી છે ત્યારે હવે લોરેન્સ બિશ્નોઈ ગેંગે પણ બાદશાહને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. ગેંગના નામે સોશિયલ મીડિયા પર શેર કરાયેલી નોટમાં પાણીપતના ફાયરિંગની જવાબદારી લેતા બાદશાહને ચેતવણી આપવામાં આવી છે કે હરિયાણાની સંસ્કૃતિને ખરાબ કરવાનો આરોપ લગાવી આગળની વખત સીધી માથામાં ગોળી મારવાની ધમકી આપવામાં આવી છે. બીજી તરફ મહિલા આયોગના ચેરપર્સન રેણુ ભાટિયાએ પણ ગીતના વાંધાજનક લિરિક્સને લઈને બાદશાહ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે, જ્યારે બાદશાહે વીડિયો જાહેર કરીને કોઈની ભાવના દુભાવવાનો ઈરાદો ન હતો અને જો કોઈને ઠેસ પહોંચી હોય તો માફી માગી છે.

Advertisement